રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે NATOનો સભ્ય બની ગયુ ફિનલેન્ડ, રશિયાએ પહેલેથી જ આપી હતી ધમકી

  • April 04, 2023 09:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

ફિનલેન્ડનું નાટોનું સભ્યપદ રશિયા માટે મોટો ફટકો માનવામાં આવે છે. આ કારણે રશિયાની ઉત્તરી સરહદ પર ખતરો વધવાની સંભાવના છે. રશિયાએ પહેલેથી જ ધમકી આપી છે કે ફિનલેન્ડ નાટોમાં સામેલ થયા બાદ તેની સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે.


રશિયાનો પાડોશી દેશ ફિનલેન્ડ આજે સત્તાવાર રીતે નાટોમાં જોડાયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે. રશિયાના સૌથી મોટા દુશ્મન અમેરિકાએ ફિનલેન્ડને નાટો સભ્યપદનો સત્તાવાર પત્ર સોંપ્યો છે. નાટો સભ્યપદ સંબંધિત દસ્તાવેજો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ પાસે રહે છે. ફિનલેન્ડના સભ્યપદ બાદ હવે નાટોના સભ્ય દેશોની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. ફિનલેન્ડ અને રશિયા વચ્ચે 1340 કિલોમીટર લાંબી સરહદ છે. આવી સ્થિતિમાં રશિયાની ઉત્તરીય સરહદની નજીક નાટો સેના પહોંચવાનો ખતરો વધી ગયો છે. જોકે, નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું હતું કે ફિનલેન્ડની સંમતિ વિના નાટો તેના સૈનિકો નહીં મોકલે.


રશિયા પહેલાથી જ ફિનલેન્ડને આપી ચૂક્યુ છે ધમકી

રશિયા શરૂઆતથી જ ફિનલેન્ડના નાટોમાં સામેલ થવાનો વિરોધ કરી રહ્યું છે. યુક્રેન પર આક્રમણનું કારણ પણ તેનું નાટોમાં જોડાવું હતું. રશિયાએ ચેતવણી આપી છે કે ફિનલેન્ડના નાટો સભ્યપદને કારણે ઊભા થયેલા ખતરાનો સામનો કરવા માટે તેને વળતા પગલાં લેવાની ફરજ પડશે. રશિયાએ એમ પણ કહ્યું છે કે જો નાટો તેના 31મા સભ્ય દેશોમાં સૈનિકો અને હથિયારો તૈનાત કરશે તો તે ફિનિશ સરહદની નજીક તેની સુરક્ષા વ્યવસ્થા પણ વધારશે. રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે પણ ધમકી આપી હતી કે જો નાટો વિસ્તરણ કરશે, તો તેના નવા સભ્યોએ તેમના ઘરની નજીક પરમાણુ શસ્ત્રો અને હાઇપરસોનિક મિસાઇલો સાથે રહેવું પડશે.


નાટોની તાકાત કેવી રીતે વધી

નાટોની રચના શીત યુદ્ધની શરૂઆતમાં 4 એપ્રિલ 1949ના રોજ થઈ હતી. ત્યારે નાટોના સભ્ય દેશોની સંખ્યા માત્ર 12 હતી. તેની રચનાનો મુખ્ય હેતુ મિત્ર દેશોને તત્કાલીન સોવિયેત સંઘના ખતરાથી બચાવવાનો હતો. 1991માં સોવિયેત યુનિયનના પતનથી નાટોની સદસ્યતામાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. ફિનલેન્ડ પહેલા મેસેડોનિયા 2020 માં નાટોમાં જોડાયું હતું. હાલમાં નાટોના 29 સભ્ય દેશો યુરોપિયન અને બે અમેરિકન ખંડમાં સ્થિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application