તું ફિલ્ડમાં કેમ જતો નથી ? અને ફિલ્ડમાં જાય છે તો સાંજ સુધી પાછો આવતો નથી ? તારો જવાબ દેવાનો એટીટ્યુડ કાઢી નાખજે ફાઇનાન્સ કંપનીના સુપરવાઈઝરે સાથે કામ કરતા લોન ઓફિસરની બોચી પકડી આજે તો તને મારી જ નાખવો છે કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા કર્મચારી યુવકે ગાંધીગ્રામ પોલીસમાં સુપરવાઈઝર યુવરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આજ તો તને મારી જ નાખવો છે
મૂળ પોરબંદરના છાયાનો વતની અને શહેરના ભગતસિંહ ગાર્ડન પાસેના આવાસ ક્વાર્ટરમાં ભાડેથી રહેતો અને માધાપર પાસે આવેલી એસએમએફજી ફાઇનાન્સ કંપનીમાં લોન ઓફિસર તરીકે ફરજ બજાવતો નિલેશ વાલજીભાઇ રાઠોડ (ઉ.વ.32)નો યુવક ગઈકાલે સવારે ઓફિસે હતો. ત્યારે કંપનીમાં કામ કરતા સુપરવાઈઝર અધિકારી યુવરાજસિંહ જાડેજાએ બોલાવી તું કેમ ફિલ્ડમાં જતો નથી? અને જાય છે તો સાંજ સુધી પાછો આવતો નથી, તારો સામો જવાબ દેવાનો એટીટ્યુડ કાઢી નાખજે કહી ગાળો આપી રાઠોડ એટલે કઈ જ્ઞાતિનો? યુવકે વણકર કહેતા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાપટ મારી બોચી પકડી લીધી હતી અને આજ તો તને મારી જ નાખવો છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્યાં હાજર અન્ય કમર્ચારીઓએ યુવાજરાજસિંહને પકડીને દૂર લઇ ગયા હતા. ત્યાં પણ ગાળો આપતા યુવક બહાર નીકળી ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યો હતો. અને સુપરવાઈઝર અધિકારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનયારા એનર્જીએ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે દીપેશ બક્ષીની નિમણૂંક
March 31, 2025 11:24 AMસલાયામાં રમઝાન ઇદની નમાઝ શાંતિપૂર્ણ રીતે સંપન્ન
March 31, 2025 11:21 AMધ્રોલમાં 33 દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ પગ પહેરાવવાનો કેમ્પ સંપન્ન
March 31, 2025 11:16 AMકલ્યાણપુરના અસામાજીક તત્ત્વો વિરૂધ્ધ ગેરકાયદે કબ્જો કરેલ મીલકત પર બુલડોઝર ફેરવતું તંત્ર
March 31, 2025 11:09 AMપ્રથમ નોરતે ચોટીલામાં ભકતોનાં ઘોડાપૂર એક લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાયા
March 31, 2025 11:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech