આખરે ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો: જિલ્લા કલેકટર દ્વારા નવા નીરના કરાયા વધામણાં

  • July 24, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેરની જનતાને પાણી પૂરું પાડતા તેમજ આસપાસના વિસ્તારોમાં ખેતી માટે આશીર્વાદરૂપ એવા ૨૦ ફૂટની સપાટી રવિવારે સવારે સંપૂર્ણપણે ભરાઈ અને ઓવરફ્લો થતાં અહીંના છેલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, સહિતના અધિકારીઓ ઘી ડેમ ખાતે ખાસ ગયા હતા. જ્યાં ઘી ડેમમાં શ્રીફળ તથા ફૂલ પધરાવી અને ડેમના વધામણા કર્યા હતા. આ સાથે જિલ્લા કલેકટર સહિતની ટીમે શહેરના જુદા જુદા માર્ગો પર ફરી અને વર્તમાન પરિસ્થિતિ જાણી હતી અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. ગઈકાલે રવિવારે ઘી ડેમ ઓવરફ્લો થતા મોટી સંખ્યામાં નગરજનો આ સ્થળે ઉપરાંત બે દિવસથી ઓવરફ્લો જઈ રહેલા સિંહણ ડેમ ખાતે પણ પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application