આખરે છ મહિનાથી તૈયાર સેટેલાઈટ બસ સ્ટેન્ડનું લોકાર્પણ

  • September 02, 2023 05:38 PM 

ભાવનગર રોડ પર અમુલ સર્કલ નજીક છેલ્લા છ મહિનાથી તૈયાર થયેલા સેટેલાઈટ બસ સ્ટેશનનું આખરે આજે લોકાર્પણ કરી મુસાફરો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. દૈનિક 200થી વધારેબસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં અમદાવાદ, ભાવનગર, અને અમરેલી જતા મુસાફરોને સેન્ટ્રલ બસપોર્ટ ખાતે ધક્કા ખાવાથી મુક્તિ મળી રહેશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસ.ટી. વિભાગના રાજકોટ સેટેલાઇટ, ભાવનગર રોડ ખાતે બાંધવામાં આવેલા નવનિર્મિત એસ.ટી બસ સ્ટેશનનું આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા તથા ગૃહ રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application