190 કર્મચારીઓ સાથે કંપની અને યુનિયનના હોદેદારો વચ્ચે સમાધાન થયું: તાત્કાલીક અસરથી 7 દિવસમાં કર્મચારીઓને લાભ આપી દેવામાં આવશે
જામનગરની વર્ષો જુની દિગ્જામ લીમીટેડમાં ઉત્પાદન બંધ થયા બાદ યુનિયન અને કંપનીના હોદેદારો વચ્ચે વાટાઘાટ શ થઇ હતી, આખરે 190 કામદારો બાકી રહ્યા હતાં, તા.7 ઓગષ્ટના રોજ યુનિયનના અગ્રણીઓ અને કંપનીના હોદેદારો વચ્ચે સમાધાન થઇ જતાં આ તમામ કામદારો હવે સ્વૈચ્છીક રીતે છુટા થવા સહમત થયા છે, તેના બાકી રહેતા લાભો દિવસ-7માં મળી જશે તેવું કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે, આમ આખરે કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચેનો વિવાદ ઉકેલાઇ ગયો છે.
કંપનીનું ઉત્પાદન જાન્યુઆરી-2024 થી બંધ પડેલુ હતુ અને ત્યારબાદ કંપનીમાં કાર્યરત એવા યુનિયનો તથા કામદારોના આગેવાન પ્રતિનિધિઓ સાથે લંબાણપૂર્વકની વાટાઘાટોને અંતે તમામ ધ્વારા દિગ્જામ કંપનીનું વુલન કાપડનું ઉત્પાદન કોઈ રીતે થઈ શકે તેમ ન હોવાનું સ્વીકારેલ હોય છેવટે કામદારોના અને યુનિયનના નેતાઓના આગ્રહને માન આપી મેનેજમેન્ટ ધ્વારા તા.23-01-2024, તા.23-03-2024 તથા તા.20-06-2024ના રોજ વખતો વખતની વી.આર.એસ. યોજના મેનેજમેન્ટ ધ્વારા જાહેર કરવામાં આવેલી જેનો લાભ આશરે 147 કામદારોએ મેળવી કંપનીમાંથી સ્વૈચ્છિક રીતે છુટા થયેલ હતાં. આમ છતાં કંપનીમાં 190 કામદારોની સંખ્યા ચાલુ રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એકતરફ કંપનીનું વુલન કાપડનું ઉત્પાદન કરવું અશક્ય હતું, તદઉપરાંત જે ર5% થી 30%નું ઉત્પાદન થાય તેનું વેચાણ કરવું તેનાથી પણ અશક્ય બની ગયેલ હોવાથી તમામ યુનિયનોના નેતાઓ તથા કામદાર પ્રતિનિધિઓ સાથે વખતો વખત લંબાણપૂર્વક વાટાઘાટો કરી બાકી રહેલ 190 કામદારોને બેસાડી રાખીને પગાર ચૂકવવાનો નાણાકીય બોજ પણ દર મહિને ભારે પડતો હોઈ આ માટે કોઈ ઉકેલ કાઢવા ખૂબ જ પ્રયત્નો મેનેજમેન્ટે તથા યુનિયનના નેતાઓએ એકબીજાના સહકારમાં સકારાત્મક રીતે કરેલ હતાં.
આવા તમામ પક્ષકારોના અથાગ પરિશ્રમના પરિણામ સ્વરૂપે છેવટે કામદારોના પ્રતિનિધિઓ અને યુનિયનના નેતાઓએ આ બાકી રહેલ કામદારોને જે વર્ષે 240 દિવસ પૂરા થયા ન હોય તેવા વર્ષો માટે કાયદેસર રીતે ગ્રેજયુઈટી તથા વળતરની રકમ મેળવવા હકકદાર બનતા નથી તે માટે કોઈ વૈકલ્પિક રસ્તો કાઢવા અને વળતરના દિવસો ગ્રેજયુઈટી સહિતના પ2/57 દિવસો લાગુ પડતી શરતોએ મેનેજમેન્ટ ચૂકવવા તૈયાર હોય તો તેઓ સમાધાન કરી તમામ બાકી રહેલ 190 કોમદારો સ્વૈચ્છિક રીતે છુટા થવા સંમત હોવાનુ જણાવેલ હતું.
આ સંજોગોમાં છેવટે મેનેજમેન્ટના અધિકારીએ મુંબઈ ખાતેના બોર્ડમાંથી 5રવાનગી લઈ આ માટેની સંમતિ ખૂબ જ મુશ્કેલીથી તાત્કાલિક ધોરણે મેળવેલ હતી. આથી તા.07-08-2024ના રોજ યુનિયનના નેતાઓ તથા કામદારોના પ્રતિનિધિઓ અને મેનેજમેન્ટના પ્રતિનિધિઓએ ભેગા મળી નામદાર ઔદ્યોગિક ન્યાયપંચ સમક્ષ રેફરન્સ (આઈટી) નં.15/2023માં સમાધાન મૂકી તમામ પક્ષકારોએ હાજર રહી નામદાર ઔદ્યોગિક ન્યાયપંચના મેમ્બર સોની સમક્ષ સમાધાનની શરતો કબુલ, મંજુર હોવાનું જણાવેલ હતું તેમજ તારીખ બાદ હવે બાકી રહેલા 190 કામદારો સ્વૈચ્છાએ આ સમાધાનની શરતોની રૂઈએ છુટા થતા હોવાનુ સ્વીકારેલ હોઈ તેઓને હવે પછી ફરજ પર હાજર થવાનું રહેતું નથી અને આ સમાધાનની રૂઈએ કંપનીના બધાજ ખાતાઓનું કામકાજ તા.07-08-2024 ના રોજથી બંધ થયેલ હોવાનું તમામ પક્ષકારોએ સ્વીકારેલ હતું અને નામદાર ઔદ્યોગિક ન્યાયપંચ ધ્વારા આ અંગે પૂછપરછ કરી પુષ્ઠિ મેળવ્યા બાદ સદર સમાધાન તમામ પક્ષકારોને કબુલ, મંજુર હોવાનો હુકમ ફરમાવેલ હતો.
આમ સર્વેએ આ જટીલ મુશ્કેલીનો ખૂબ જ સકારાત્મક સહયોગ આપી આપણી કંપનીનું ઉત્પાદન કાર્યવાહી અશકય હોવાથી બાકી રહેલ કામદારો કાયદેસરના હકકો ઉપરાંત વધારાનું વળતર મેળવી સ્વૈચ્છિક રીતે છુટા થવા સંમત થયેલ તે માટે મેનેજમેન્ટ સર્વેનો આભાર માને છે અને આ સંજોગોમાં હવે પછી બાકી રહેલ 190 કામદારોએ ફરજ પર આવવાનું નથી અને હાજરી માટે પંચીગ કરવાનું નથી જેની સર્વેએ નોંધ લેવી.
આ સમાધાનમાં જણાવ્યા મુજબ દરેક કામદારને સમાધાનમાં નકકી થયા મુજબની કાયદેસરના હકકોની રકમનો ચેક દિન-7માં મેનેજમેન્ટ ધ્વારા સુપ્રત કરવામાં આવશે જે અંગે પણ કામદારોના પ્રતિનિધિઓ અને યુનિયનના નેતાઓ સંમત થયેલ હતાં. આ સંજોગોમાં મેનેજમેન્ટ આવા તમામ પક્ષકારોએ સ્વીકારેલ સંપૂર્ણ અને આખરી સમાધાનની રૂઈએ તમામ કામદારોને હવે પછી ફરજ પર હાજર થવાનું નથી અને તેઓએ આ સમાધાન સ્વીકારીને દિન-7માં તેમને જણાવ્યેથી મેનેજમેન્ટની ઓફિસે આવી તેમના આ સમાધાનથી નકકી થયેલા હકકોની રકમનો ચેક સ્વીકારી લેવા જણાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ના કાલાવડ રોડ પર ખીરસરા નજીક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર પર થાંભલા સાથે ટકરાઈ
May 15, 2025 09:22 AMAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech