કોલેજોમાં અંતિમ તબક્કાની પરીક્ષા: 72 ઓબ્ઝર્વરોની નિમણૂક

  • April 28, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોલેજોમાં ત્રીજા અને અંતિમ તબક્કાની પરીક્ષાઓ શરૂ થઈ છે. કુલ 53973 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને પરીક્ષામાં ચોરી તથા ગેરરીતી અટકાવવા માટે 72 ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. સીસીટીવી કેમેરાની વ્યવસ્થા હોય તેવી કોલેજોમાં 124 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ રહી છે.

યુનિવર્સિટીએ અગાઉ જાહેર કરેલા શેડ્યુલમાં લો ફેકલ્ટીની પરીક્ષાનો સમય બપોરના સત્રનો રાખવામાં આવ્યો હતો. પરંતુ ગરમીના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખી એકાએક તેમાં ફેરફાર કરીને સવારના સત્રમાં પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ માટે પરીક્ષાર્થીઓને અગાઉથી મેસેજ મોકલી દેવાયા હતા જેના કારણે ખાસ સમસ્યા ઊભી થઈ ન હતી.

બીએ સેમેસ્ટર બે, બીએ આઇડી સેમેસ્ટર 2 બીએસડબલ્યુ સેમેસ્ટર 2 એમએસડબલ્યુ અને બીબીએ સેમેસ્ટર 2 બીકોમ રેગ્યુલર સેમેસ્ટર બે ઉપરાંત બીસીએ બીએસસી આઈટી એલએલબી બીએ બીએડ સહિતની અલગ અલગ 16 કોર્સની પરીક્ષા લેવામાં આવી રહી છે. સૌથી વધુ પરીક્ષાર્થીઓ બી.એ રેગ્યુલર સેમેસ્ટર 2 માં 18897 છે અને સૌથી ઓછા બી ડિઝાઇન સેમેસ્ટર બે માં માત્ર પાંચ વિદ્યાર્થીઓ છે.

પરીક્ષા પૂરી થયા બાદ તારીખ 29 થી કોલેજોમાં અને યુનિવર્સિટી ભવનોમાં 45 દિવસનું વેકેશન શરૂ થઈ જશે. વેકેશન દરમિયાન જીકાસ મારફત એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તે માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટના 12 અધ્યાપકો તથા 20 જેટલા ક્લાર્કના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ કામગીરી માટે જેમને ફરજ સોંપવામાં આવી છે તેમણે રોટેશન મુજબ ફરજ બજાવવાની રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application