અંધાશ્રમ પાસેના ૧૪૦૪ આવાસો પાંચ દિવસમાં ખાલી કરવા કોર્પોરેશનની આખરી નોટીસ

  • August 04, 2023 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેશન કબ્જો સંભાળીને પાડતોડની કાર્યવાહી શરુ કરશે તેવી ચેતવણી

જામનગરમાં વર્ષોથી હાઉસીગ બોર્ડ દ્વારા બનેલા અંધાશ્રમ પાસેના ૧૪૦૪ આવાસો ખૂબ જર્જરીત હોય, કોઇપણ પ્રકારની દુર્ઘટના થાય તે પહેલા આવા મકાનોની તોડપાડ કરવા હવે કોર્પોરેશન કડક બન્યું છે અને હવે એક આખરી નોટીસ આપીને પાંચ દિવસમાં આ આવાસો ખાલી કરવા જણાવી દેવાયું છે અને ત્યારબાદ જામનગર મહાપાલિકા દ્વારા પાડતોડની કાર્યવાહી શરુ કરી દેવામાં આવશે.
કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા અનુસાર જામનગર ખંભાલીયા હાઈવે પર અધાશ્રમની સામે આવેલ ટી.પી. સ્કીમ નં. ૨ ના એફ.પી. નં.૫૫ તથા ૯૫ વાળી જમીન પર એસ.ઈ.ડબલ્યુ.એસ. યોજના હેઠળ ૧૪૦૪ આવાસ યોજનાના રહેવાસીઓને આથી સુચના આપવામાં આવે છે કે સદરહુ યોજનામાં કુલ ૧૧૭ બ્લોક આવેલ છે અને દરેક બ્લોકમાં ૧૨ ફ્લેટ મળીને કુલ ૧૪૦૪ આવાસો આવેલા છે, તે પૈકી જે કોઈ આવાસો/બ્લોકસ જો ભયજનક સ્થિતિમાં જણાય તો તકેદારીના ભાગરુપે લગત આવાસોનું મસમત તાત્કાલિક કરાવીને સલામત સ્થિતિએ લઇ જવા અથવા આવા આવાસોનો રહેાક તરીકે વપરાશ બંધ કરી ને અન્યત્ર વ્યવસ્થા કરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ  ૨૦૧૮ થી વર્ષ  ૨૦૨૩ સુધી દર વર્ષે ચોમાસાની ઋતુ પહેલા જાહેર નોટીસ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરીને સાવચેત કરવામાં આવેલ છે.
જુન - ૨૦૨૩માં તમામ ૧૪૦૪ આવાસોને ધ જી.પી.એમ.સી. એક્ટ- ૧૯૪૯ની કલમ  ૨૬૪ હેઠળ તા.૨૪-૦૬-૨૦૨૩ અને તા.૨૫-૦૬- ૨૦૨૩ના રોજ ૦૮ ટીમો દ્વારા ઘરે ઘરે સર્વે કરીને રુબરુ નોટીસ બજ્યેલ છે અને જે ફ્લેટ બંધ હતા તેના દરવાજાપર નોટીસ ચોટાડીને પણ નોટીસ બજાવવામાં આવેલ છે તેમ છતાપણ આવાસના મૂળ લાભાથીઓ / વપરાશકર્તાઓ દ્વારા જરિત આવાસ ખાલી કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તા.૨૭-૦૭- ૨૦૨૩ના રોજ સ્લમ શાખાના નાયબ ઈજનેરશ્રી સહીત ટેકનીકલ સ્ટાફ, સિક્યુરીટી તથા એસ્ટેટ શાખાની ટીમ દ્વારા તમામ ૧૪૦૪ આવાસ ધારકોને જજ્જરિત આવાસ ખાલી કરવા માટે રૂબરૂ સમજાવેલ છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા માનવીય અભિગમ સાથેના તમામ પ્રયત્નો અત્યાર સુધી હાથ ધરવામાં આવેલ છે તેમ છતાપણ આ બાબતે આવાસના મૂળ લાભાર્થીઓ / હાલના વપરાશકર્તા આવાસ ધારકો દ્વારા હજુ પણ ફ્લેટ કા તો બંધ હાલતમાં છે અથવા તો વપરાશ ચાલુ રાખેલ છે આથી તમામ ૧૪૦૪ આવાસ ધારકોને આ આખરી નોટીસથી તાકીદ કરવામાં આવે છે કે આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયાના દિન  ૦૫માં તમામ આવાસોમાંથી સરસામાન સંપૂર્ણ પણે ખાલી કરી આપવાના રહેશે અને જો તેમ કરવામાં નહિ આવે તો જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ ૧૪૦૪ આવાસો બંધ કે વપરાશમાં જે પણ સ્થિતિમાં હશે તેનો એક તરફી કબજો સંભાળી લઇને પાડતોડની કાર્યવાહી શરુ કરવામાં આવશે અને આથી જે કોઈ આવાસ ધારકોના સરસામાન બાબતેના નુકશાન અંગેની જામનગર મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહિ જેની આથી તમામ ૧૪૦૪ આવાસ ધારકોએ નોંધ લેવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application