૧૮ થી ૧૯ વર્ષના ૧૨૨૮૨ મતદારો નોંધાયા: ૧૨૪૧ મતદાન મથકો પર થશે મતદાન
ભારતના ચૂંટણી પંચ, ન્યુ દિલ્હી તથા મુખ્ય નિર્વાચન અઘિકારીની સૂચના અનુસાર તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૯/૧૨/૨૦૨૩ દરમ્યાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે દરમ્યાન મળેલ તમામ ફોર્મ્સનો આખરી નિકાલ થયે તા.૦૫/૦૧/૨૦૨૪ના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ દરમ્યાન થયેલ તમામ ફેરફારો બાદ જામનગર જિલ્લામાં મતદારોની વિગતો જેમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન મથકોની સંખ્યા અનુક્રમે ૨૮૦,૨૭૦,૨૨૬,૧૯૭,૨૬૮ મળી જામનગર જિલ્લામાં ૧૨૪૧ મતદાન મથકો છે.
જિલ્લામાં કુલ ૧૨૧૧૨૭૨ મતદારો પૈકી ૬૨૧૨૩૫ પુરુષો, ૫૯૦૦૨૩ સ્ત્રીઓ અને ૧૪ થર્ડ જેન્ડર છે. જેમાં ૧૮થી ૧૯ વયજૂથના ૧૨,૨૮૨ મતદારો તથા ૨૦થી ૨૯ વયજૂથના ૮,૧૧૯ મતદારોનો વઘારો થયો છે. તેમજ જિલ્લાનો મતદારયાદી મુજબનો જેન્ડર રેશિયો ૯પ૦ થયો છે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાલ ચાલુ જ હોય, મતદારયાદીમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા આપ Voter Helpline Moblie App થી અથવા https://voters.eci.gov.in/ વેબસાઈટ દ્વારા ઘરબેઠાં ઓનલાઈન જ ફોર્મ ભરી શકો છો અથવા આપની નજીકના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકો છો.
મુખ્ય નિર્વાચન અઘિકારી, ગુજરાત રાજયની ઓફિશિયલ વેબસાઈટ https://ceo.gujarat.gov.in પરથી આપ મતદારયાદીમાં આપનું નામ તથા વિગતો, મતદાન મથકોની વિગતો તેમજ મતદારયાદી લગત અન્ય તમામ વિગતો જાણી શકો છો. મતદારયાદી લગત અન્ય કોઈ સમસ્યા માટે આપ અમારા ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપર પણ સંપર્ક કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMજુઓ રમણીય ફોદાળા ડેમ સાઇટને વિકસાવવા માટે પોરબંદરની કોલેજીયન યુવતીઓએ શું કહ્યું
February 24, 2025 10:38 AMપોરબંદરમાં શિવતાંડવ નું ગુજરાતીમાં થયું સર્જન
February 24, 2025 10:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech