રાજકોટ જિલ્લા પંચાયતની રેસકોર્ષ નજીક યાજ્ઞિક રોડ પર આવેલ વર્ષો જૂનું બિલ્ડીંગ તોડી પાડીને ત્યાં રૂપિયા 35 કરોડના ખર્ચે નવું આધુનિક સાધન સુવિધાસભર બિલ્ડીંગ બનાવવાના પ્રોજેક્ટના એક ભાગરૂપે વર્તમાન બિલ્ડીંગ ખાલી કરવામાં આવશે અને તેનું મોચી બજાર નજીક આવેલ જુના કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ આચારસંહિતા લાગુ પડે તેના આગલા દિવસે નવા બિલ્ડિંગના 35 કરોડના કામના કોન્ટ્રાક્ટ અપાઈ ગયા હતા અને આચારસંહિતાના સમયગાળા દરમિયાન નવા બિલ્ડીંગનું કામ શરૂ થાય તે માટે તૈયારી શરૂ કરવામાં આવી હતી. પરંતુ જુના કોર્ટ બિલ્ડીંગનો કબજો મેળવવામાં વિલંબ થતા હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી. આગામી તારીખ 15 ઓગસ્ટ થી સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવશે અને પ્રથમ તબક્કામાં સિંચાઈ ખેતી અને પશુપાલન જેવી શાખાઓનું સ્થળાંતર કરવામાં આવશે બીજા તબક્કામાં પંચાયત વિકાસ અને મહેસુલ જેવી શાખાઓનું સ્થળાંતર કરવાની ગણતરી માંડવામાં આવે છે.
નવા બિલ્ડીંગના ભૂમિ પૂજન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિધિવત આમંત્રણ આપવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી સહિતની ટીમ આગામી દિવસોમાં રૂબરૂ ગાંધીનગર જવાની છે. તે પૂર્વે સ્થળાંતરની થોડી ઘણી કામગીરી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા પંચાયતના સુત્રોના જણાવ્યા મુજબ પદાધિકારીઓની ચેમ્બરનું શીફટિંગ હાલના તબક્કે કરવામાં નહીં આવે પરંતુ તે થોડા સમય પછી કરવામાં આવશે. આમ આગામી દિવસોમાં જિલ્લા પંચાયતનો વહીવટ બે સ્થળેથી હાથ ધરાઈ તેવી વાતો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech