બોલિવૂડના આ દિગ્ગજ ડિરેક્ટર સાઉથ સુપરસ્ટાર પવન કલ્યાણ સામે લડશે ચૂંટણી
લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં ઘણા બોલિવૂડ સ્ટાર અને ખેલાડીઓ રાજનીતિમાં ઝંપલાવી રહ્યા છે એવામાં બોલિવૂડના વધુ એક સેલિબ્રિટી રાજનીતિમાં આવી રહ્યા છે. ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્માએ સત્તાવાર રીતે તેમના X હેન્ડલ દ્વારા રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી છે. પોતાના નિર્ણયને અચાનક લેવાયેલ નિર્ણય ગણાવતા તેમણે લખ્યું છે કે, "અચાનક લેવામાં આવેલો નિર્ણય... મને જણાવતા આનંદ થાય છે કે હું પીઠાપુરમથી ચૂંટણી લડી રહ્યો છું." પવન કલ્યાણ પણ આ સીટ પરથી ચૂંટણી લડવાના છે. ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ ગુરુવારે જાહેરાત કરી કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પીઠાપુરમ બેઠક પરથી ચૂંટણી લડશે. તેમની જાહેરાત ત્યારે થઈ જ્યારે અભિનેતા પવન કલ્યાણ આંધ્ર પ્રદેશની આ જ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી. રાજનીતિની દુનિયામાં રામ ગોપાલ વર્માની આ પ્રથમ એન્ટ્રી છે. દિગ્દર્શક હિન્દી અને તેલુગુ બંને ફિલ્મ ઉદ્યોગોમાં ઘણી રાજકીય અને ગેંગસ્ટર આધારિત ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. જો કે, તેના ચાહકો તેની જાહેરાતથી ખૂબ જ આશ્ચર્યચકિત છે. X પર લખીને વર્માએ તેમના 'અચાનક' નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "અચાનક લેવામાં આવ્યો નિર્ણય… મને જણાવતા આનંદ થાય છે કે હું પીઠાપુરમથી ચૂંટણી લડી રહ્યો છું."
જો કે, ફિલ્મ નિર્માતાએ તે જાહેર કર્યું નથી કે તે કયા રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરશે. પરંતુ તેમના આંધ્ર પ્રદેશના વર્તમાન શાસક પક્ષ, યુવજન શ્રમિક રાયથુ કોંગ્રેસમાં જોડાવાના મજબૂત અહેવાલો છે, જેનું નેતૃત્વ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી વાયએસ જગન મોહન કરે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં વર્મા એક ફિલ્મ પર ચર્ચા કરવા માટે રેડ્ડીને પણ મળ્યા હતા, જેનું આયોજન તેઓ લોકસભા ચૂંટણી 2024ની આસપાસ કરી રહ્યા હતા. અગાઉ, તેણે બે ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું, જેણે 2019ની સામાન્ય ચૂંટણીમાંવાયએસઆર કોંગ્રેસની જીતમાં ફાળો આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમ્યુનિ. આવાસો ભાડે આપનારનું આવી બનશે: નવી નીતિ ઘડાઇ
March 06, 2025 03:30 PMએક જ દિવસમાં ૨૨ પાર્સલ ચોરી એકની ડિલિવરી કરી રોકડી પણ કરી લીધી’તી
March 06, 2025 03:28 PMસુપ્રીમની યુપી સરકારને ફટકાર, કહ્યું હવે તમે જ ઘર બનાવી આપો
March 06, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech