રાજકોટ મહાનગરપાલિકાના સ્વૈચ્છિક નિવૃત તેમજ અગાઉ અનેક પ્રકારના મામલાઓમાં ચચર્સ્પિદ અને વિવાદાસ્પદ બની ચૂકેલા સિટી એન્જિનિયર અલ્પ્ના મિત્રાના નિવાસ સ્થાનેથી મહાનગરપાલિકાની મહત્વની ફાઈલો, રજિસ્ટર અને મેજરમેન્ટ બુક મળી આવવાની ઘટનાના મામલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે ગત રાત્રિ સુધી કામગીરી ચાલી હતી અને તેનું રોજકામ સહિતનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં તેમના સમક્ષ પ્રસ્તુત થશે ત્યારબાદ તેમણે આ ઘટનાની ઉંડાણપૂર્વકની ખાતાકીય તપાસનો આદેશ કર્યો છે જેનો રિપોર્ટ સંભવત: આગામી 10 દિવસમાં આવશે અને તે તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
મ્યુનિ. કમિશનર દેસાઈએ ઉમેર્યું હતું કે જે ફાઈલો, રજિસ્ટર અને મેજરમેન્ટ બુક તેમના નિવાસ સ્થાનેથી મળી છે તે મહાપાલિકાની જે-તે શાખા-કચેરીમાંથી બહાર લઈ જવામાં આવી ત્યારે આઉટ વર્ડ રજિસ્ટરમાં તેની એન્ટ્રી થઈ છે કે નહીં ? તેની પણ ઉંડી તપાસ કરવામાં આવશે. ટેક્નિકલ વિજીલન્સની ટીમ આ બાબતની ગંભીરતાથી તપાસ કરી રહી છે. નિવૃત સિટી ઈજનેરના ઘરે રહેલા નવ જેટલા ઈજનેરો ત્યાં આગળ શું કરી રહ્યા હતા? તે બાબતે તેમના ખાતાકીય નિવેદન લેવામાં આવશે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે જે ફાઈલો મળી છે તેમાં અમુક ખર્ચ મંજૂરીને લગતી તેમજ બિલ પેમેન્ટને લગતી ફાઈલો છે તે બાબત પ્રથમ દર્શનીય દૃષ્ટિએ જ ખૂબ ગંભીર જણાય છે. આ ફાઈલો ત્યાં આગળ કઈ રીતે પહોંચી? શા માટે લઈ જવાઈ? કોણ લઈ ગયું? કોના કહેવાથી લઈ ગયું? ફાઈલો ત્યાં પહોંચ્યા બાદ તેમાં સહીઓ થઈ છે કે નહીં? તે તમામ પાસાઓની ઉંડાણપૂર્વક ચકાસણી થશે.
આ ઘટના મામલે એફઆઈઆર નોંધાવાશે કે નહીં અથવા તો જવાબદારો સામે ગુનો દાખલ કરાશે કે નહીં? તેવા સવાલોના પ્રત્યુત્તરમાં કમિશનરે પત્રકારોને જણાવ્યું હતું કે 10 દિવસમાં તપાસ રિપોર્ટ આવે અને તેમાં કઈ બાબતો બહાર આવે છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી આ મુદ્દે વિશેષ કઈ કહી શકાય નહીં.
અલ્પના મિત્રાના ઘરેથી 37 ફાઈલ, બાવન રજિસ્ટર, 6 મેજરમેન્ટ બુક મળી
પૂર્વ સિટી ઈજનેર અલ્પ્ના મિત્રાના ઘરે ગઈકાલે ટેક્નિકલ વિજીલન્સની ટીમે દરોડા કાર્યવાહી કરી હતી જે દરમિયાન કુલ 37 ફાઈલ, 52 રજિસ્ટર અને 6 મેજરમેન્ટ બુક મળી આવી હતી. આ મામલે અલ્પ્ના મિત્રાએ હજુ સુધી પોતાનું સત્તાવાર કે ખાતાકીય નિવેદન આપ્યું નથી પરંતુ તેની પણ પૂછપરછ થાય તેવી પ્રબળ શક્યતા છે. દરમિયાન અલ્પના મિત્રાએ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના ઉપસ્થિત પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં કોઈ ફાઈલ મંગાવી નથી, મારા ઘરે કોઈ મૂકી ગયું છે, મને કંઈ ખબર નથી જેવું બચાવનામું રજૂ કર્યું હતું. અલ્પ્ના મિત્રાના ઘરેથી જે ફાઈલો મળી છે તે તમામ વોટર વર્કસ અને ડ્રેનેજ બ્રાંચની છે, જે રજિસ્ટર મળ્યા છે તે પણ આ જ શાખાના છે અને છ મેજરમેન્ટ બુક મળી છે તે પણ આ બન્ને શાખાની છે. દરમિયાન અલ્પ્ના મિત્રાના ઘરે ઉપસ્થિત રહેલા 9 ઈજનેરોએ એવો બચાવ રજૂ કર્યો હતો કે અગાઉ થયેલા કામોમાં તત્કાલિન સમયના ઈજનેરની સહીઓ જોઈએ આથી તેઓ અગાઉ થયેલું કામ સર્ટિફાઈડ કરાવવા માટે ગયા હતા. અલબત્ત આ અત્યંત ચોંકાવનારો ખુલાસો અને બચાવ છે જે ગ્રાહ્ય રાખી શકાય તેવો નથી. આથી તમામ ઈજનેરોની પણ ઉલટ તપાસ અને આકરી ખાતાકીય પૂછપરછ થશે તે નક્કી છે.
અલ્પના મિત્રાના ઘરે મળેલા 9 મ્યુનિ. ઈજનેરો સામે તોળાતા શિક્ષાત્મક પગલાં
રાજકોટ મહાપાલિકાના પૂર્વ સિટી ઈજનેર અલ્પ્ના મિત્રાને ત્યાંથી મળેલી મહાપાલિકાની ફાઈલો, રજિસ્ટરો અને મેજરમેન્ટ બુક મામલે તપાસનો ધમધમાટ શ થઈ ગયો છે ત્યારે આ મામલે અલ્પ્ના મિત્રાના ઘરે ઉપસ્થિત રહેલા નવ મ્યુનિ. ઈજનેરો સામે પણ શિક્ષાત્મક પગલા તોળાઈ રહ્યા છે. અલ્પ્ના મિત્રાના ઘરે ઉપસ્થિત હતા તેમાં ડે. ઈજનેર કપિલ જોશી (વોટર વર્કસ), ડે. ઈજનેર દિવ્યેશ ત્રિવેદી (વોટર વર્કસ), ડે.ઈજનેર વ્રજેશ એચ. ઉમટ (વોટર વર્કસ), ડે.ઈજનેર એચ.એમ.ખખ્ખર (વોટર વર્કસ), આસી. ઈજનેર અશ્ર્વિન કણઝારિયા (વોટર વર્કસ), આસી. ઈજનેર રાજેશ રાઠોડ (ડ્રેનેજ પ્રોજેક્ટ), આસી. ઈજનેર હિરેનસિંહ જાડેજા (વોટર વર્કસ) તેમજ વર્ક આસીસન્ટન્ટ અંકિત તળાવિયા (વોટર વર્કસ), આસી. ઈજનેર દેવરાજ મોરી (વોટર વર્કસ) સહિતના તમામ નવ ઈજનેરોના નિવેદન નોંધી પંચ રોજકામ કરાયું છે. આગામી દિવસોમાં આ તમામે ખાતાકીય તપાસનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. તેઓ ત્યાં આગળ શા માટે ગયા હતા, ફાઈલો કોણ લઈ ગયું હતું, કોના કહેવાથી લઈ ગયું હતું, ફાઈલોમાં કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ? તે સહિતની બાબતો અંગે તેમની ખાતાકીય પૂછપરછ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટીઆરએફ એક મહોરુ છે પણ તેની પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ
April 23, 2025 11:14 AMજગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો કાલે પ્રાગટ્ય મહોત્સવ
April 23, 2025 11:08 AMજામનગર: 25 એપ્રિલના રોજ કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
April 23, 2025 11:07 AMજામનગર મનપાના ઈન્ચાર્જ સિક્યુરિટી ઓફિસરને નોટિસ
April 23, 2025 11:05 AMઆતંકીઓ પોલીસ અને સેનાના ગણવેશમાં હોઈ પ્રવાસીઓ ભારતીય સૈનિકોને પણ આતંકી સમજી બેઠા
April 23, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech