શહેરના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે આવેલી ઠાકરધણી હોટલમાં ગઈકાલ સાંજના મારામારી થઈ હતી. જેમાં હોટલ સંચાલક સહિત છ વ્યકિતને ઇજાઓ પહોંચી હતી. આ મારામારી અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હોટલ સંચાલક ત્યાંના કારીગરો સહિત ૧૫ શખસો વિદ્ધ બખેડા અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. નેપાળી કારીગરોને માથાકૂટ થયા બાદ સંચાલકો સાથે પણ બોલાચાલી થતા વાત મારામારી સુધી પહોંચી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલ સાંજના આકાશવાણી ચોક પાસે આવેલી ઠાકરધણી હોટલમાં મારામારી થઈ હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ તાકીદે અહીં પહોંચી ગયો હતો. આ મારામારીમાં અહીં હોટલ સંચાલક રણજીતભાઈ મંગાભાઈ જોગરાણા, નાગજી મંગાભાઈ જોગરાણા, કિશન રેવાભાઇ બાંભવા, લોકેન્દ્ર હરીશભાઈ સાઉદ, જગત સાઉદ, અનુપ કુલદીપભાઈ સાઉદને ઇજા પહોંચતા તેમને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસની તપાસમાં અહીં કામ કરનાર નેપાળી કારીગરોને અન્ય કોઈ સાથે માથાકૂટ થઈ હોય બાદમાં હોટલ સંચાલક સાથે બોલાચાલી થતા બંને પક્ષે સામસામે મારામારી થઈ હતી. જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યશપાલસિંહ ઝળકાટની ફરિયાદ પરથી રણજીત મંગાભાઈ જોગરાણા (ઉ.વ ૩૬), નાગજી મંગાભાઈ જોગરાણા (ઉ.વ ૪૦ રહે. બંને રૈયાધાર રાણીમાં ડીમાં ચોક), કિશન રેવાભાઇ બાંભવા (ઉ.વ ૨૦), ભરત રેવાભાઇ બાંભવા (ઉ.વ ૨૪ રહે. બંને રૈયાધાર) પંકજ લમણભાઈ દામા (ઉ.વ ૧૯), જીતુ સોમાભાઈ દામા (ઉ.વ ૧૯), સંજુ રામસિંગભાઈ પરિહાર (ઉ.વ ૨૦ રહે. બધા ઠાકર ધણી હોટલ ભગતસિંહ ગાર્ડન સામે) તથા સામા પક્ષે ડેનિસ ભરતભાઈ દેસાણી (ઉ.વ ૩૦ રહે. ત્રણ માળિયા કવાર્ટર, ભગતસિંહ ગાર્ડન પાસે), નિશાંત મનોજભાઈ ઠાકોર (ઉ.વ ૧૯), ચક્ર હરીશભાઈ સાઉદ(ઉ.વ ૨૦), લોકેન્દ્ર હરીશભાઈ સાઉદ(ઉ.વ ૨૩ રહે. ત્રણ માળીયા કવાર્ટર, ભગતસિંહ ગાર્ડન પાછળ) તેજ જગતભાઈ સાઉદ(ઉ.વ ૧૯), મનોજ ગોરખભાઈ ઠાકોર (ઉ.વ ૪૫), અનુપ કુલદીપભાઈ સાઉદ(ઉ.વ ૧૯ રહે. બંને તરભાણુ, મવડી ગામ) વિદ્ધ જાહેરમાં સુલેહ શાંતિનો ભગં કરી બખેડો કરવા અંગે બીએનએસ કલમ ૧૯૪(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવાની વધુ તપાસ પી.એસ.આઇ બી.આર.રત્નુ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech