માળિયાના હરીપર નજીક ડમ્પરે બાઈકને ઠોકર મારતા મંગેતર અને સાળીનું મોત

  • December 14, 2023 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળિયા તાલુકાના હરીપર ગામ નજીકથી પસાર થતા ત્રિપલ સવારી બાઈક સાથે ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ઈજા પહોંચી હતી તો પાછળ બેસેલ યુવાનની મંગેતર અને સાળીને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જી્ ડમ્પર ચાલક નાસી ગયો હોય જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


માળિયાના કાજરડા ગામના રહેવાસી અકબર ગફુર માણેક નામના યુવાને ડમ્પર જીજે ૧૨ બીઝેડ ૯૧૬૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા.૧૨ના રોજ ગામમાં આવેલ સલમાન પીર દરગાહે મેળો હોય જેથી સવારે યુવાન બાઈક જીજે ૦૩ એફજે ૨૩૬૯ લઈને મંગેતર મુસ્કાનને તેડવા કાજરડાથી સુરજબારી ખાતે ગયો હતો અને તેના ઘરેથી મંગેતર મુસ્કાન સિકંદર મુલ્લ ા (ઉ.વ.૨૦ અને સાલી જશીબેન સિકંદર મુલ્લ ા (ઉ.વ.૧૮) ને તેડીને કાજરડા ગામે મેળામાં ફર્યા હતા બાદમાં સાંજે પાંચેક વાગ્યે બાઈક લઈને સુરજબારી મુકવા જતો હોય ત્યારે હાઈવે પર હરીપર ગામ નજીક મોરબી તરફથી એક ડમ્પર પુરઝડપે આવી બાઈકને પાછળથી ભટકાડી અકસ્માત સર્જ્યો હતો.
​​​​​​​
જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાન રોડની ખાલી સાઈડમાં પડી ગયો હતો જયારે પાછળ બેસેલ મંગેતર મુસ્કાન અને જશીબેન બંને રોડ પર પડી હતી અને ડમ્પરનું પાછળનું ટાયર મુસ્કાનના માથા પર ફરી વળ્યું હતું તેમજ જશીબેનને પણ ડમ્પર ભટકતા માથાના ભાગે ઈજા થતા થઇ હતી અકસ્માત સર્જી્ ડમ્પર ચાલક નાસી ગયો હતો જે ડમ્પર જીજે ૧૨ બીઝેડ ૯૧૬૪ સ્થળ પર પડ્યું હતું જે અકસ્માતમાં ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં મુસ્કાન અને જશીબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું હતું તેમજ યુવાનને હાથ અને પીઠના ભાગે ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application