ખંભાળિયાની સેવાકુંજ હવેલીમાં રવિવારથી સર્વોત્તમ સ્તોત્રના પાઠનો મહોત્સવ

  • July 03, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવાકુંજ હવેલીમાં આગામી રવિવાર તારીખ 7 જુલાઈથી તા. 10 ઓગસ્ટ સુધી "સર્વોત્તમ સ્તોત્ર"ના પાઠના મહા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

      આ પ્રસંગે રવિવાર તારીખ 7 ના રોજ રથયાત્રાના શુભ દિવસથી દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન સર્વોત્તમ સ્તોત્રના 35 વખત પાઠ 35 દિવસ સુધી કરવામાં આવશે. સર્વોત્તમના એક પાઠથી શ્રી મહાપ્રભુજીની જારીજી ભર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આ પાઠ મહોત્સવમાં સહભાગી થવા સેવાકુંજ હવેલીના પૂજ્ય માધવી વહુજી દ્વારા સર્વે વૈષ્ણવોને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News