ડાયાબિટીસના દર્દીઓ માટે મેથી વરદાન છે, જાણો તેના આશ્ચર્યજનક ફાયદા

  • June 03, 2023 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે તે અનેક રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. તેમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ, વિટામિન-સી, ઝિંક જેવા પોષક તત્વો મળી આવે છે. મેથીના દાણા અને પાનનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે, તેને દાળ, પરોંઠા કે કઢીમાં મિક્સ કરી શકાય છે. તમારા ભોજનનો સ્વાદ વધારવા ઉપરાંત તે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. 



બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ

ડાયાબિટીસના દર્દીઓ માટે મેથી વરદાનથી ઓછી નથી. તેમાં હાજર દ્રાવ્ય ફાઇબર લોહીમાં સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં મેથીનો સમાવેશ કરવો જોઈએ.

મેથીના પાન, પાવડર અને બીજ ત્રણેય ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તમે તેને તમારા પરાઠા, રોટલી કે શાકમાં સમાવીને તેનું સેવન કરી શકો છો. આ સિવાય મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો અને આ પાણીને સવારે ખાલી પેટ પીવો.



સાંધાના દુખાવામાં રાહત

મેથીના દાણામાં આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. જે હાડકા માટે ફાયદાકારક છે. આમાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો સાંધાના દુખાવા અને સોજાને ઓછો કરવામાં મદદરૂપ છે. દુખાવામાં રાહત મેળવવા માટે રાત્રે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવીને ખાઓ. આવું નિયમિત કરવાથી તમે દુખાવામાં રાહત મેળવી શકો છો.



કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક છે

મેથીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે તેનું સેવન કરીને પેટમાં બળતરા, ગેસ, અપચો વગેરેની સમસ્યાને ઓછી કરી શકો છો. આ માટે તમે રાત્રે સૂતા પહેલા હૂંફાળા પાણી સાથે મેથીના પાવડરનું સેવન કરી શકો છો.



મેથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે

મેથીમાં શક્તિશાળી ગુણ હોય છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ માટે તમે મેથીના પાનને તમારા ભોજનમાં ઘણી રીતે સામેલ કરી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application