કેરેબિયન ટાપુઓના દેશ હૈતીમાં મેલીવિધાની શંકામાં સોથી વધુ લોકોની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. નેશનલ હ્યુમન રાઇટસ ડિફેન્સ નેટવર્કે ગઈકાલે જણાવ્યું હતું કે હૈતીની સાઇટ સોલેઇલ ઝૂંપડપટ્ટીમાં સાહના અંતે લગભગ ૧૧૦ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા ત્યારે થઈ યારે ગેંગના એક નેતાએ વૃદ્ધ લોકોને નિશાન બનાવ્યા જેમની પર તેને શંકા હતી કે તે મેલીવિધા દ્રારા તેના બાળકની બીમારીનું કારણ છે. મોનેલ મીકાનો ફેલિકસ નામનો ગેંગ લીડર, તેના વિવ અંસનમ જૂથ સાથે મળીને આ હત્યાકાંડ માટે જવાબદાર હતો.
આરએનડીડીએચ એ કહ્યું કે ફેલિકસનું બાળક બીમાર પડા પછી તેણે વૂડૂના તાંત્રિક પાસેથી સલાહ લીધી હતી, જેમણે વિસ્તારના વડીલો પર મેલીવિધા દ્રારા બાળકને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકયો. એ પછી ફેલિકસે નરસંહારનો આદેશ આપ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે ગેંગના સભ્યોએ શુક્રવારે લગભગ ૬૦ અને શનિવારે ૫૦ લોકોને ચાકુ વડે મારી નાખ્યા હતા, જે તમામની ઉંમર ૬૦ વર્ષથી વધુ હતી.
રાજધાની પોર્ટ–ઓ–પ્રિન્સના બંદર નજીક ગીચ વસ્તી ધરાવતું વસાહત સાઈટ સોલેઈલ, હૈતીમાં સૌથી ગરીબ અને સૌથી હિંસક વિસ્તારોમાંથી એક છે. મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબધં સહિત ગેંગ પર કડક નિયંત્રણ, હત્યાકાંડ વિશેની માહિતી શેર કરવાની રહેવાસીઓની ક્ષમતાને મર્યાદિત કરે છે. વ્હાર્ફ જેરેમી ગેંગના નેતા ફેલિકસ પર ૨૦૨૨માં પડોશી ડોમિનિકન રિપબ્લિકમાં પ્રવેશવા પર પ્રતિબધં મૂકવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech