રાજકોટ સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી હર હંમેશ રજુઆતો કરી નિરાકરણ લાવવા પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટથી હરિદ્વાર જવા માટે માત્ર એક જ સમાહિક ટ્રેન ઓખાદેહરાદુન ઉતરાંચલ એકસપ્રેસ ચાલુ છે. જેના કારણે ૧૦ મિનિટમાં ટ્રેન હાઉસફુલ
થઈ જાય છે. આમ રાજકોટથી હરિદ્વાર માટે દિન પ્રતિદિન વધતી જતી
મુસાફરોની સંખ્યાને તેમજ મુસાફરોને ભોગવવી પડતી
મુશ્કેલીને ધ્યાનમાં રાખી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર સમક્ષ ભારપુર્વક રજુઆત કરવામાં આવેલી છે કે, (૧) હાલની સમાહિક ઉતરાંચલ એકસપ્રેસને દૈનીક શરૂ કરવી, (૨) વચ્ચગાળાની સુવિધા માટે આ ટ્રેનની ફ્રિકવન્સી ઓછામાં ઓછી સમાહમાં ત્રણ દિવસ કોચ વધારીને કરવી, (૩) અમદાવાદહરિદ્વાર વચ્ચે
ભાવનગર જિલ્લાને હરિદ્વારની ત્રણ ટ્રેન, રાજકોટને માત્ર એક
રાજકોટની સરખામણીએ નાના શહેર એવા ભાવનગર પાસે હરિદ્વાર માટેની ત્રણ ડાયરેકટ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. જયારે સૌરાષ્ટ્રના હાર્દ સમાન એવા રાજકોટને ૨૬ વર્ષ પહેલા માત્ર એક અઠવાડીક ટ્રેન મળી છે. રેલ્વે તંત્રના આ ભેદભાવના કારણે સ્થાનીક જનતાઓમાં ભારે રોષ અને અન્યાયની લાગણી ઉઠી રહી છે. તો રાજકોટને આવો અન્યાય શા માટે..?
ચાલતી યોગા એકસપ્રેસને તાત્કાલીક અસરથી રાજકોટ સુધી લંબાવવી, (૪) રાજકોટથી હરિદ્વાર માટે એક નવી એકસપ્રેસ ટ્રેન શરૂ કરવી. રાજકોટથી હરિદ્વાર માટેની કનેકટીવીટ વધારવાથી માત્ર
યાત્રાળુઓને જ સુવિધા નહી મળે, પરંતુ પર્યટનને વેગ મળશે અને પ્રાદેશિક વિકાસમાં પણ ખુબ જ વધારો થશે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application