રાજારામ સોસાયટીમાં રહેતા યુવાનનો આર્થિક ખેંચથી કંટાળી ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

  • March 16, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના સતં કબીર રોડ પર રાજા રામ સોસાયટી પાસે રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. દરમિયાન યુવાનની માતા જોઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આર્થિક ખેંચના લીધે યુવાને આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. યારે અન્ય એક બનાવવામાં રૈયાધાર વિસ્તારમાં રહેતા રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળી જઈ જીવન ટૂંકાવી લીધું હતું.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સતં કબીર રોડ પર રાજારામ સોસાયટી સાંદિપની સ્કૂલ પાસે રહેતા સાવન દિનેશભાઈ હરિયાણી(ઉ.વ ૩૦) નામના યુવાને ગઈકાલ સમી સાંજના પોતાના ઘરે ઉપરના માળે ગળાફાંસો ખાઈ લીધો હતો. દરમિયાન તેમના માતા અહીં મમાં આવતા પુત્રને લટકતી હાલતમાં જોઈ તેઓએ મદદ માટે પાડોશીઓને બૂમો પાડતા તુરતં પાડોશીઓ આવી ગયા હતા અને યુવાનને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સાવન બે ભાઈ અને ત્રણ બહેનના પરિવારમાં નાનો છે અને તે વોટર સપ્લાયનું કામ કરે છે. આર્થિક ખેંચના લીધે યુવાને આ પગલું ભયુ હોવાનું માલુમ પડું છે.

યારે અન્ય એક બનાવમાં હાલોરૈયધાર વિસ્તારમાં રહેતા સ્લમ કવાર્ટરમાં રહેતા ધનજીભાઇ ગોવિંદભાઇ ચાવડા(ઉ.વ ૬૨) નામના વૃધ્ધે ઘરે છતના હત્પકમાં દોરી વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસે બનાવસ્થળે પહોંચી જરી કાર્યવાહી કરી હતી.વૃધ્ધને સંતાનમાં બે પુત્ર છે.વૃધ્ધ લકવાગ્રસ્ત હોય જેથી બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application