યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વે સતત ચોથી વખત નીતિગત વ્યાજ દરો યથાવત રાખ્યા છે.આ વર્ષમાં પહેલી વાર, નવા ચેરમેન કેવિન વોર્શની અધ્યક્ષતામાં મળેલી પહેલી બેઠકમાં વ્યાજ દરો અંગેનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો. નીતિનિર્માતાઓએ વ્યાજ દરોની દિશા અંગે ભવિષ્યના કોઈપણ સંકેતો આપવાનું પણ બધં કરી દીધું છે, બીજી તરફ સેન્ટ્રલ બેંકે સંકેત આપ્યો છે કે તે ૨૦૨૬ ના અતં સુધીમાં વ્યાજ દરોમાં એકવાર વધારો કરશે. રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોર્શને એવી અપેક્ષા સાથે નિયુકત કર્યા હતા કે તેઓ વ્યાજ દરોમાં ઘટાડો કરશે. ટ્રમ્પ લાંબા સમયથી નોંધપાત્ર દર ઘટાડાની માંગ કરી રહ્યા છે. ટ્રમ્પે મજાકમાં કહ્યું હતું કે જો તેઓ પોલિસી દરોમાં ઘટાડો નહીં કરે તો તેઓ વોર્શને બરતરફ કરશે. પરંતુ વ્યાજ દર નક્કી કરતી ફેડની સમિતિના ૧૯ સભ્યોમાંથી નવ સભ્યોએ આ વર્ષના અંતમાં દરમાં વધારો સૂચવ્યો છે