રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નંબર સાતમાં આવેલા વર્ષેા જુના બજાર વિસ્તાર માં આવેલું પ્રહલાદ ટોકીઝનું અંદાજે ૬૦ વર્ષથી વધુ જૂનું અને જર્જરીત તેમજ ભયગ્રસ્ત બિલ્ડીંગ જો ચોમાસામાં દિવસ દરમિયાન ભારે વરસાદથી ધરાશાયી થાય તો સતત ટ્રાફિકથી ધમધમતી આ બજારમાં કેટલા લોકોના મોત નિપજે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
૬૦ વર્ષ જુના બિલ્ડીંગમાંથી અવાર નવાર પોપડા પડતા હોય વેપારીઓ ભયથી થર થર ધ્રૂજી રહ્યા છે. કયાં જવું, કોને કહેવું તે બાબતે વેપારીઓને માર્ગદર્શન આપનાર કે ફરિયાદ સાંભળનાર કોઇ નથી, છેલ્લા ઘણા વર્ષેાથી આ મામલે અવારનવાર મહાપાલિકામાં ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વિસ્તારના નગરસેવકો કયારેય બજાર વિસ્તારમાં ફરકતા પણ નથી. ભરબજારે અને ભારે વરસાદમાં બિલ્ડીંગ ધરાશાયી થાય તો અિ કાંડ કરતા પણ મોટી દુર્ઘટના સર્જાઈ તેવી સંભાવના રહેલી છે.
રાજકોટ શહેરમાં તાજેતરમાં અનેક ભયગ્રસ્ત અને જર્જરિત ઇમારતો ખાલી કરવામાં આવી છે તેમજ અમુક ઇમારતોમાં ભયગ્રસ્ત હિસ્સો દૂર કરવામાં આવ્યો છે ત્યારે પ્રહલાદ ટોકીઝના જર્જરિત અને ભયગ્રસ્ત બિલ્ડિંગ અંગે પણ મહાપાલિકા તત્રં ગંભીરતાથી પગલાં લે તેવી વેપારીઓમાંથી વ્યાપક માંગણી ઉઠવા પામી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech