પ્રજનન ક્ષમતાને વધારવા વાળા જનીનોથી જિંદગી ટૂંકાવાની ભીતિ

  • December 15, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રજનનક્ષમતા વધારતા જનીનોને કારણે માનવ જીવન ટૂંકું થઈ શકે છે. સાયન્સ એડવાન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. માનવ ડીએનએ ડેટાનો અભ્યાસ કરતા સંશોધકોએ સેંકડો પરિવર્તન શોધી કાઢા જે યુવાન વ્યકિતની પ્રજનનક્ષમતામાં મોટા પ્રમાણમાં વધારો કરી શકે છે, પરંતુ પછીના જીવનમાં શારીરિક નુકસાનમાં પણ વધારો કરી શકે છે.

આ અભ્યાસ અમેરિકન ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાની યોર્જ વિલિયમ્સની ૧૯૫૭ની થિયરીને મજબૂત કરે છે કે આનુવંશિક પરિવર્તન જે પ્રાણીની પ્રજનન ક્ષમતામાં વધારો કરે છે તે પણ નુકસાન પહોંચાડી શકે છે. ઘણી પેઢીઓ પછી આ પરિવર્તનો એક બોજ બની જશે અને વધતી પ્રજનન ક્ષમતા સાથે તે પ્રજાતિના વહેલા મૃત્યુ તરફ દોરી જશે. કેટલાક નાના અભ્યાસોએ પણ આ સિદ્ધાંતને સમર્થન આપ્યું છે. જો કે, યુનિવર્સિટી ઓફ મિશિગનના ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાની જિયાન્ઝી ઝાંગ આ પ્રયોગોથી સંતુષ્ટ્ર ન હતા. તેમનું કહેવું છે કે આ કેસ સ્ટડી છે, આમાંથી આપણે જાણી શકતા નથી કે જીનોમમાં આવા કેટલાય મ્યુટેશન છે કે નહીં. મહત્વનું છે કે ડો. ઝાંગે શંકા દૂર કરવા માટે યુકે બાયોબેંકમાં હાજર પાંચ લાખ બ્રિટિશ નાગરિકોના ડીએનએ ડેટાનો ઉપયોગ કર્યેા હતો. તેઓએ શોધ્યું કે તેમના સ્વાસ્થ્ય, જીવન અને પ્રજનનક્ષમતા વચ્ચે શું સંબધં છે.


અન્ય એક સંશોધક ડો. એપિગ લોંગ કે જેમણે ડો. ઝાંગ સાથે પ્રજનનક્ષમતા અને આયુષ્યના ડેટાબેઝનો અભ્યાસ કર્યેા હતો, તેમણે જોયું કે પ્રજનનક્ષમતા સાથે સંકળાયેલ આનુવંશિક ભિન્નતાઓ જેમ કે સ્વયંસેવકના બાળકોની સંખ્યા, ઓછી આયુષ્ય સાથે સંકળાયેલી હતી. મ્યુટેશન કે જે પ્રજનન માટે સારા છે લાંબા આયુષ્ય માટે, તે પાંચ ગણું વધુ નુકસાન થવાની સંભાવના છે. ડો. ઝાંગ કહે છે કે અભ્યાસમાં ઓળખવામાં આવેલા દરેક મ્યુટેશનની વ્યકિતના આયુષ્ય પર ઓછી અસર પડી હતી. કારણ કે, જેમ જેમ આ પરિવર્તનો વધુ સામાન્ય બની રહ્યા છે, પર્યાવરણ બદલાયું છે, અને બહેતર ખોરાક અને દવા ઉપલબ્ધ થઈ છે, તેમ તેની અસર ઓછી થઈ રહી છે. મહત્વનું છે કે અન્ય એક સંશોધન મુજબ આપના શરીરના અંગોની ઉમર વધવાનો દર અલગ અલગ હોય છે જેમ કે હૃદય, કીડની, યકૃત, ફેફસા સહિત ૧૧ મુખ્ય અંગોની ઉમર વધવા અંગે મસહીન લેન્ડીગ મોડલ નો ઉપયોગ કરવામાં આવ્યો તેમણે જોયું કે કેટલાક મુખ્યું અંગોની ઉમર વધતા મૃત્યુનું જોખમ ૨૦ થી ૨૫ ટકા વધ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application