કોટેચા ચોકમાં મુંબઇ જેવી હોડિગ દુર્ઘટના સર્જાવાની ભીતિ

  • May 20, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર કોટેચા ચોકમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાછળ આવેલા બંગલો ઉપર ખડકાયેલું તોતિંગ હોડિગ ગમે ત્યારે જાહેરમાર્ગ ઉપર ખાબકે તેમ છે અને રાજકોટ શહેરમાં પણ મુંબઈ જેવી અને કદાચ તેનાથી પણ વધુ ભયાનક એવી હોડિગ દુર્ઘટના સર્જાય તેમ હોય રાજકોટ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને આ મામલે પત્ર પાઠવીને જાણ કરી છે.

રાજકોટ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ રામજીભાઇ માવણીએ સમગ્ર શહેરના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, શ્રી શાંતિ નિકેતન કો–ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના બંગલા નં.૧ ઉપર વિશાળકદનું બોર્ડ માસીક ા.૧ લાખના ભાડાથી લગાડવામા આવેલ છે. મહાનગરપાલિકાના નિયમો મુજબ આ પ્રકારના બોર્ડ લગાડતા પહેલા સોસાયટીની લેખીત રજા–પરવાનગી મેળવવી ફરજીયાત છે. સોસાયટીની રજા–પરવાનગી પછી બિલ્ડીંગના માલિકે રાજકોટ મહાનગરપાલીકાની લેખીતમાં પરવાનગી મેળવવી પણ ફરજીયાત છે. જાહેરાત એજન્સી દ્રારા આ પ્રકારે બોર્ડ લગાડતા પહેલા સોસાયટી તેમજ રાજકોટ મહાનગરપાલીકાની પરવાનગી મેળવવી ફરજીયાત છે. શાંતિ નિકેતન સોસાયટીના બંગલા નં.૧ ના માલીકે આ પ્રકારના બોર્ડ લગાડવામા આવશે નહીં તેવા પ્રકારનું સોંગદનામું સોસાયટીને લેખીતમાં આપેલ છે. આ પ્રકારની આદેશાત્મક જોગવાઈનો ખુલ્લેઆમ ભગં કરી કોટેચા ચોકમા બંગલા નં.૧ ના માલીકે મોટા આર્થિક લાભ માટે જાહેર જનતાની સલામતીને જોખમમા મુકવા બોર્ડ લગાડેલ છે.

રામજીભાઈ માવાણી (માજી સંસદ સભ્ય) એ આ બોર્ડને દુર કરવા માટે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુહમંત્રી હર્ષભાઈ સંઘવી, મેયર તથા કમિશ્નરને આધાર–પુરાવાઓ સાથે ૮ થી ૧૦ વખત લેખીતમા રજુઆત મહાનગરપાલીકાને ઈન્વર્ડ કરાવેલ છે. મુખ્યમંત્રીશ્રી દ્રારા તેમજ ગૃહમંત્રીશ્રી દ્રારા રાજકોટ મહાનગરપાલીકાને આ બોર્ડ ઉતારી લેવા આદેશ કરવામા આવેલ છે.આમછતાં રાજકોટ મહાનગરપાલીકાનું ભ્રષ્ટ્ર અને લાંચીયુ તત્રં કોઈ અગ્મય કારણોસર બે હાથ જોડી મૌન બેસી ગયેલ છે.

આ પ્રકરણે સત્વરે કાર્યવાહી થવા ગત તા.૧૬–૪–૨૦૨૪ ના રાજકોટ મ્યુનિ.કોર્પેારેશનના એસ્ટેટ વિભાગમાં ઈન્વર્ડ નં.૧૪૬થી લેખતીમાં રજુઆત કરવામા આવેલ છે તેમ છતાં રાજકોટ મહાનગરપાલીકા દ્રારા આજ સુધીમા કોઈ લેખીત પ્રત્યુત્તર આપવાની તસ્દી પણ મહાનગરપાલીકા દ્રારા કરવામાં આવેલ નથી. શું મહાપાલીકાઆએ પણ હા શ કર્યા છે ? મહાનગરપાલીકાનું મૌન તોડવા મારે શું આમરણાંત ઉપવાસ શ કરવા પડશે ? તેમ યાદીમાં જણાવ્યું છે.
તાજેતરમા મુંબઈ અને મહારાષ્ટ્ર્રમાં વાવાઝોડાના કારણે જાહેરાતના બોર્ડ પડી જવાના કારણે અનેક માણસના મૃત્યુ થયા છે. મુંબઈ મહાનગરપાલીકા દ્રારા બોર્ડ લગાવનારાઓ સામે ફોજદારી કાર્યવાહી શ કરવામા આવેલ છે. બોર્ડ લગાવનારાઓની ઘરપકડો શ થયેલ છે. અને મૃત્યુ પામનારાઓને આર્થિક સહાય આપવા આદેશો શ થયેલ છે. રાજકોટમાં સાઈકલોન આવવાની હવામાન ખાતાની આગાહી થયેલ છે. ત્યારે રાજકોટ મહાપાલિકા આમ નાગરીકોના મૃત્યુના માલ–સમાનના હટાવતા શા માટે મોઢું છુપાવે છે? નાગરીકો સલામતી જોખમમા મુકાશે તો કોણ જવાબદાર રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application