રાજકોટમાં ત્રણ દિવસ પહેલા ટ્રકના ઠોકરે પિતા–પુત્રના મૃત્યુ થયાની ઘટના હજી તાજી છે ત્યાં ફરી રાજકોટના કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી પાસે કાળ બનીને ધસી આવેલા બધં બોડીના ટ્રક કન્ટેનરે બાઇકસવાર પિતા–પુત્રને ઠોકરે લઇ બન્નેના મૃત્યુ નિપજાવ્યા હોવાની ઘટના મેટોડા પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ગંભીર અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. એકઠા થયેલા વાહનચાલકો, રાહદારીઓએ ટ્રકચાલક સામે રોષ વ્યકત કર્યેા હતો. બનાવની પોલીસના સૂત્રોમાંથી પ્રા થયેલી વિગત મુજબ જીવ ગુમાવનાર પિતા–પુત્ર વડવાજડી ગામે રહેતા હતાં અને મેટોડામાં નોકરી કરતાં હતાં. આજે બન્ને રાબેતા મુજબ બાઇક પર કામ પર ગયા હતાં ત્યારે મેટોડા ક્રાંતિ ગેઇટ પાસે જીજે૧૨–બીવાય–૫૦૫૧ નંબરનું કન્ટેજર પિતા પુત્રનો કાળ બનીને ધસી આવ્યું હતું બાઇકને ઠોકરે લેતાં વડવાજડી ગામના પિતા–પુત્ર સંજયસિંહ જીલુજી ભટ્ટી (ઉ.વ.૩૫) તથા પિતા જીલુજી (ઉ.વ.૬૨) ગંભીર રીતે ઘવાયા હતાં. સારવાર મળે એ પહેલા જ બન્નેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપયું હતું.
બનાવના પગલે મેટોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ ત્રણ દિવસ પહેલા જ રાજકોટના સતં કબીર રોડ ઉપર ટેન્કરની ઠોકરે પિતા–પુત્રના મોત નિપયાં હતાં, ત્યાં ફરી વધુ એક આવી કરૂણ ઘટના બનવા પામી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકને આશરો આપનારાનો નાશ કરાશે: મોદી
December 23, 2024 10:55 AMજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech