BREAKING NEWS

જસદણ માર્કેટિંગ યાર્ડમાં લાલકા ગામના એજન્ટ પિતા પુત્રોની લાખોની છેતરપીડી

  • November 04, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જસદણના માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ નો ધંધો કરતા અનેક વેપારી પાસેથી ઉચા ભાવે જીરાની જણસીની ખરીદી કરી વેપારીને ટોકન પેટે નાણા આપી લાલકા ગામના વતની અને જસદણ માર્કેટિંગ યાર્ડમાં જ એબીસી એન્ટરપ્રાઇઝ નામે પેઢી ધરાવતા એજન્ટ પિતા પુત્ર ત્રિપુટી એ અનેક વેપારી પાસેથી માલ ખરીદ કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચર્યાની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ત્રણ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જસદણના ચિતલીયા રોડ પર રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં રામદેવ એન્ટરપ્રાઇઝ નામે કમિશન એજન્ટ નો વ્યવસાય કરતા કાળુભાઈ મેપાભાઈ નાગડકીયા, ઉ.વ.૫૦ વાળા એ જસદણ પોલીસમાં માર્કેટિંગ યાર્ડમાં જ એબીસી એન્ટરપ્રાઇઝ નામે પેઢી ધરાવતા લાલકા ગામના બાબુભાઈ મનજીભાઈ ઓતરાદી તેના પુત્ર મયુર અને બ્રિજેશ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદમાં જણાવ્યા મુજબ કાળુભાઈ જસદણ માર્કેટીંગ યાર્ડમાં કમીશન એજન્ટનો ધંધો કરૂ શ્રી રામદેવ એન્ટરપ્રાઈઝ નામની દુકાન નંબર-૬૩માં પેઢી આવેલ હોય લાલકા ગામના બાબુભાઈ મનજીભાઈ ઓતરાદીને જસદણ માર્કેટીંગ યાર્ડમાં ૩૬ નંબરની પેઢી આવેલ હતી જે પેઢીનુ નામ ABC એન્ટરપ્રાઈઝ છે. અને આ બાબુભાઈ મનજીભાઈ ઓતરાદી તથા તેના દિકરા મયુર બાબુભાઈ અવાર નવાર અમારી પેઢીમાંથી માલની ખરીદી તથા વેચાણ બાબતે આવતા તેમજ ક્યારેક આર્થિક વહિવટમાં બાબુભાઈના બીજા દિકરા બ્રિજેશભાઈ બાબુભાઈ આવતા. અને આ ABC એન્ટરપ્રાઈઝમાં છેલ્લા ત્રણેક વર્ષથી યાર્ડમાં હ રાજી દરમ્યાન જીરાની ખરીદી ઉંચા ભાવે કરતા અને અમુક અમુક સમયે ફરિયાદીને તેઓ કહેતા કે મોટા-મોટા શહેરોમાં આવેલ મોટી કંપનીઓમાં ડાયરેકટ એજન્ટ તરીકે અમો કામ કરી જીરાનું વેંચાણ કરીએ છીએ તેમજ મારા બન્ને દિકરાઓ પણ મારી સાથે એજન્ટ તરીકેનું કામ કરે છે તેમના પુત્ર મયુરભાઈ દુકાનનો તમામ વહિવટ સંભાળતા હતા.


ફરિયાદી પાસેથી આ બાબુભાઈ મનજીભાઈએ તા. ૧૯/૦૩/૨૦૨૫ ના રોજ મારી પાસે અલગ-અલગ ખેડુતો પાસેથી લીધેલ જીરૂ આશરે ૭૫ થી ૮૦ મણ સ્ટોક હોઈ અને હરાજી થતા બાબુભાઈ મનજીભાઈ ઓતરાદી તથા તેના દિકરા મયુર તથા બ્રીજેશભાઈ ૩,૧૫,૦૦૦માં ખરીદી કરેલ અને તે વખતે તેનો દિકરો મયુર રૂ.૧૫,૦૦૦ મારી પેઢીએ જમા કરાવી ગયેલ હતો બા દ તા.૨૩/૦૩/૨૦૨૫ થી તા.૩૧/૦૩/૨૦૨૫ સુધી માર્ચ એન્ડીંગની માર્કેટ યાર્ડ મા રજા હોઈ અને મારા પૈસા બાબુભા ઈ પાસેથી બાકી હોઈ જેથી મે તેમની પાસેથી મોબાઇલ ફોન થી ઉઘરાણી કરતા એપ્રિલમા પેઢી ખુલતા પૈસા આપી દઈશ તેમ જણાવેલ હતું.


જેથી વેપારી વિશ્વાસમા રહેલ અને ૧/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૭ વાગ્યે યાર્ડમાં આ બાબુભાઈ તથા તેમના બે દિકરા આવેલ જેથી અમોએ પૈસાની ઉઘરાણી કરતા આ બાબુભાઈ એ જણાવેલ કે બપોર પછી બીજા શહેરોમાં એજન્ટ તરીકે કંપનીમાં મોકલેલ માલના પૈસા આવવાના હોય જેથી તમારા પૈસા હું તમોને ચુકવી આપીશ. જેથી મે સાંજના ચારેક વાગ્યે આ ભાબુભાઈ ને મોબાઇલ ફોન કરતા સ્વિશ-ઓફ હતો.


જેથી મે જસદણ માર્કેટીંગ યાર્ડમા તપાસ કરેલ તો જાણવા મળેલ કે આ બાબુભાઈ ખરીદ વેચાણ નુ લાયસન્સ રીન્યુ ના થતા કોઇ વેપારીને પૈસા ચુકવ્યા વગર દુકાન ખાલી કરી જતા રહેલ છે તે પછી જસદણ માર્કેટ યાર્ડના વેપારીઓ ભેગા થયેલ તેમજ વેપારીઓ પાસેથી અલગ અલ ગ તારીખે ખરીદી કરેલ છે.


તે તમામ વેપારીઓના પૈસા પણ આપવાના બાકી હોય જે બાકી તમામના નાણા બાબતે બાબુ ભાઈ તથા તેમના બન્ને દિકરાઓને વેપારીઓ મળતા પૈસા દિવાળી પહેલા ચુકવી આપવાનું જણાવી વિશ્વાસ આપેલ હતો -બાદ આજદીન સુધી મારા કે અન્ય વેપારીઓના પૈસા ચુકવેલ નથી.


આમ બાબુભાઇ તથા તેમના બન્ને દિકરાઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ તારીખે જસદણ માર્કેટી ગ યાર્ડ માંથી જીરૂ કિમંત કુલ રૂપીયા ૩૧૫૦૦૦ખરીદીના થતા હોય જેમાંથી ૧૫૦૦૦ ચુકવેલ બાદ બાકી રૂપીયા ૩ ,૦૦,૦૦૦ આપવાના બાકી હોય જે દિવાળીના પર્વ ઉપર આપી દેવાની વાત કરી દિવાળીનો પર્વ પુર્ણ થવા છતા આ બાબુભાઈ મનજીભાઈ ઓતરાદી તથા તેમના બન્ને પુત્રો મયુરભાઈ બાબુભાઈ ઓતરાદી તથા બ્રિજેશભાઈ બાબુભાઈ ઓ તરાદી એ ફરિયાદી તેમજ અન્ય વેપારીઓને દિવાળીના તહેવારોમાં નાણાં ચૂકવી દેવાનું જણાવ્યા બાદ પણ નાણાં ન આપી છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ અંગેની વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ એસઆર ગોહિલ ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application