નિર્દય પિતાનો જધન્ય અપરાધ: આરોપી ફરાર: પોલીસ દ્વારા શોધખોળ
દ્વારકામાં રહેતા એક મજૂર પરિવારના શખ્સ દ્વારા ગતરાત્રે પોતાની બે વર્ષની માસુમ બાળકીને ઉંધી લટકાવી, અને માર મારતા આ બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
ભારે કમકમાટીભર્યા આ બનાવની વિગત એવી છે કે દ્વારકામાં ઇસ્કોન ગેઈટ નજીક રાવડા તળાવ પાસે રહેતા રમેશ ડુંગર પરમાર કે જેને સંતાનમાં ચાર પુત્ર તેમજ એક પુત્રી હોય, આ શખ્સ દ્વારા ગતરાત્રિના સમયે તેની બે વર્ષની માસુમ પુત્રી રોશનીને કોઈ કારણોસર પોતાના હાથમાં લીધા બાદ માસુમ બાળાને મારી નાખવાના ઈરાદાથી તેણીના પગ પર ઉંધી લટકાવી અને વારંવાર નીચે પછાડતા બે વર્ષની આ માસુમ બાળકી આ પ્રકારનો અમાનુષી ત્રાસ સહન કરી શકી ન હતી અને થોડી જ વારમાં તેણીને મોઢામાં તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેણીનું મૃત્યુ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામના મૂળ રહીશ અને દ્વારકામાં હાલ દ્વારકામાં ઇસ્કોન ગેઈટ પાસે પોલીસ ચોકી નજીક રહી અને છૂટક મજૂરી કામ કરતા દેવીપુજક દાતણીયા પરિવારના અજય વિઠલભાઈ સોલંકીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ગત મોડી રાત્રિના સમયે આરોપી રમેશ ડુંગર પરમાર સામે કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંઘ્યો હતો.
આ પ્રકરણમાં પી.આઈ. પટેલ દ્વારા પિતાના હાથે પુત્રીની હત્યાનું કારણ જાણવા સહિતના મુદ્દે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરી, આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે નિર્દય પિતા દ્વારા માસુમ પુત્રીની આ પ્રકારે કરવામાં આવેલી હત્યાના બનાવથી દ્વારકા પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech