અમેરિકાથી ડિપોર્ટ થઈ પુત્રી પરત વડોદરા પહોંચતા પિતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા, કહ્યું- દીકરી ઘરે આવી જતા ખુશ છીએ

  • February 06, 2025 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને હાંકી કઢાતા ગઈકાલે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 33 ગુજરાતીઓ આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જેમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે. જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો છે. ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. વડોદરાની લુણા ગામની યુવતી તેના ઘરે પહોંચતા જ પરિવારજનો ભાવુક બન્યા હતા. યુવતીના પિતા તો દીકરીને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને કહ્યું હતું કે, દીકરીને જોઈને ખુશ છીએ.

અમદાવાદ એરપોર્ટથી ખુશ્બુ પટેલને લઈને પોલીસ પાદરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાંથી તેના ઘરે ગઈ હતી. ખુશ્બુની તેના ઘર પર પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. ડીટેઈનલ ઈન્ટ્રોગેશન બાદમાં કરવામાં આવશે.


ખુશ્બુ પટેલ ઘરે પરત ફરતા પિતા ભાવુક બન્યા
અમેરિકાથી ડિપોર્ટ કરાયા બાદ વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ તેના ઘરે પહોંચતા જ પિતા જયંતીભાઈ પટેલ ભાવુક બન્યા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. પિતાએ રડતા રડતા કહ્યું હતું કે, હવે દીકરીને મારાથી ક્યાંય દૂર નહીં જવા દઉં.


IBએ એરપોર્ટ પર પ્રાથમિક પૂછપરછ કરી
અમૃતસરથી અમદાવાદ જે 33 ગુજરાતીઓને આજે લાવવામાં આવ્યા છે. તમામનું જોઈન્ટ ઈન્ટ્રોગેશન મંગળવારે અમૃતસરમાં જ કરવામાં આવ્યું હતું. તેઓની એરપોર્ટ પર આઈબી (ઈન્ટેલિજન્સ બ્યુરો) દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામનું વેરિફિકેશન કરાયા બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application