માવાએ માર ખવડાવ્યો: જલદીથી માવો બનાવવાનું કહેતા પિતા–પુત્રે લાકડી, પાઇપ માર્યા

  • January 11, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માવો ભાઈબંધી પણ કરાવે અને કયારેક માર પણ ખવડાવે, અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માવાએ અનેકને માર ખવડાવ્યાનું સામે આવ્યું છે.
ત્યારે વધુ એક વખત માવો જલ્દી આપવા બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે માથાકૂટ થતા ગ્રાહકને પાઇપ અને લાકડીથી મારમારતા યુવકને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો.
અમરેલીના ચક્કરગઢ રોડ પર બટારવાડી નજીક રહેતા અને કડિયાકામ કરતા પરેશભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.૪૭) નામના કુંભાર યુવક ગઈકાલે ચક્કરગઢ રોડ ઉપર આવેલી શ્યામ પાન નામની દુકાને માવો ખાવા માટે ગયા હતા ત્યારે દુકાન માલિક પંકજભાઈને માવો બનાવવા માટેનું કહેતા દુકાનદાર પંકજભાઈએ નિરાંત રાખો વારો આવશે ત્યારે આપીશ આથી પરેશભાઈએ પોતાને ઉતાવળ હોવાથી માવો પહેલા આપવા માટેનું કહેતા પાન વાળા પંકજભાઈ ઉશ્કેરાઈ જઈ ગાળો આપવા લાગ્યા હતા. તેને ગાળો આપવાની ના પાડતા પંકજભાઈ અને તેનો પુત્ર દુકાનમાંથી લાકડી અને પાઇપ કાઢી બહાર આવ્યા હતા અને આડેધડ મારમારવા લાગ્યા હતા. દેકારો થતા આજુબાજુના માણસો ભેગા થઇ યુવકને વધુ મારથી છોડાવ્યો હતો.
પાનવાળા પંકજભાઈ એન પુત્રએ ધમકી આપી હતી કે, હવે દુકાને આવીશ તો જાનથી મારી નાખીસ, યુવકને નાકના ભાગે લોહી નીકળવા લાગતા મિત્રએ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડો હતો. બનાવ અંગે યુવકની ફરિયાદ પરથી દુકાનદાર પિતા–પુત્ર સામે પોલીસે ગુનો નોંઘી આગળની કાર્યવાહી કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application