ખંભાળિયામાં સલાયા ફાટક પાસે આવેલી એક હોસ્પિટલ નજીક રહેતા જીતુભાઈ મુરુભાઈ ગઢવી નામના 43 વર્ષના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના સંબંધી કમલેશભાઈ મુરુભાઈ ધમા (ઉ.વ. 33) એ અહીંની પોલીસને કરી છે.
________________________________________________________________________
કોર્ટ કેસ પાછો ખેંચી લેવાનું કહીને ચંદ્રાવાડા ગામના આધેડ ઉપર હુમલો
કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા હરદાસભાઈ સાજણભાઈ ઓડેદરા નામના 50 વર્ષના આઘેડને આજથી આશરે ચારેક વર્ષ પૂર્વે આ જ ગામના રામ દેવાભાઈ ઓડેદરા નામના શખ્સે માર માર્યો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ કલ્યાણપુરની કોર્ટમાં ચાલુ હોય, જે કેસ પાછો ખેંચી લેવા બાબતે અગાઉના મન દુઃખનો ખાર રાખી, આરોપી રામભાઈ ઓડેદરાએ ફરિયાદી હરદાસભાઈ ઓડેદરાને ગેડિયા (લાકડી) વડે બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
________________________________________________________________________
ખંભાળિયા નજીક ઈક્કો કારની અડફેટે બાઈકસવાર ઈજાગ્રસ્ત
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા નરશીભાઈ કાનાભાઈ સોનગરા નામના 51 વર્ષના આધેડ તેમના મોટરસાયકલ પર ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર આવેલી એક હોટલ પાસેના સર્વિસ રોડ ઉપરથી જઈ રહ્યા હતા. ત્યારે આ રોડ પર રોંગ સાઈડમાં આવી રહેલી એક ઈક્કો કારના ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવીને નરશીભાઈ સોનગરાના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જી આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. ખંભાળિયા પોલીસે અજાણ્યા ઈક્કો ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech