જો તમે હજી સુધી આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કર્યું, તો તમારી પાસે 31 ડિસેમ્બર સુધીનો સમય છે. તમે ઘરે બેઠા સરળતાથી પાનને આધાર સાથે લિંક કરી શકો છો. આ માટે તમારે કોઈ ચાર્જ પણ ચૂકવવો નહીં પડે. ચાલો જાણીએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે કયા સ્ટેપ્સ છે.
પાન અને આધાર કાર્ડ બંને જરૂરી દસ્તાવેજો છે. આજે તમે આધાર અને પાન કાર્ડ વગર કોઈ કામ કરી શકતા નથી. જો તમે હજી સુધી તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે લિંક નથી કર્યું, તો તમારી પાસે 31 ડિસેમ્બર સુધીનો સમય છે.
નાણા મંત્રાલયે પોતાની એક સૂચનામાં જણાવ્યું છે કે જે લોકોએ ઓક્ટોબર 2024 પહેલા પોતાનું પાન કાર્ડ બનાવ્યું છે, તેઓ કોઈ ચાર્જ અથવા ફી વગર પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે. જેનો અર્થ એ થયો કે જે વ્યક્તિઓએ ઓક્ટોબર 2024 પછી પાન કાર્ડ બનાવ્યું છે, તેઓ આ ફ્રી સર્વિસનો લાભ લઈ શકશે નહીં. આ પણ ધ્યાન આપવા જેવી વાત છે કે જો તમે પાન, આધાર કાર્ડના આધારે બનાવ્યું હશે, તો જ આ ફાયદો મળશે.
અન્ય તમામ કિસ્સાઓમાં કાર્ડ ધારકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે 1000 રૂપિયા ચાર્જ તરીકે ચૂકવવા પડશે.
ઓનલાઈન આધાર કાર્ડને પાન કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?
જો તમે આવકવેરા ઈ-ફાઈલિંગ દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માંગો છો, તો નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.
સ્ટેપ 1- સૌ પ્રથમ ટેક્સ ઈ-ફાઇલિંગ વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 2- અહીં તમને લિંક આધારનો વિકલ્પ દેખાશે.
સ્ટેપ 3- તેના પર ક્લિક કરો અને PAN અને આધાર નંબર દાખલ કરો.
સ્ટેપ 4- પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો.
સ્ટેપ 5- આ પછી I agree to validate my Aadhaar details with UIDAI પર OK ક્લિક કરો.
સ્ટેપ 6- જે પછી તમને 'Pan Has Been Linked Successfully' સંદેશ મળશે.
મેસેજ દ્વારા આ રીતે લિંક કરો
તમે SMS દ્વારા પણ PAN ને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. આ માટે તમે નીચે આપેલા સ્ટેપનું પાલન કરવું પડશે.
સ્ટેપ 1- સૌ પ્રથમ ગ્રાહકે તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી UIDPAN <12 અંકનો આધાર> <10 અંકનો PAN> મેસેજ કરવાનો રહેશે.
સ્ટેપ 2- તમે <567678> અથવા <56161> કોઈપણ નંબર પર સંદેશ મોકલી શકો છો.
ઉદાહરણ તરીકે, જો તમારો આધાર નંબર 987654321012 છે અને PAN નંબર ABCDE1234F છે, તો તમારે UIDPAN 987654321012 ABCDE1234F લખીને આ બે નંબરોમાંથી કોઈપણ એક પર <567678> અથવા <56161> પર મેસેજ મોકલવો પડશે.
પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે તમે ઉપરોક્ત કોઈપણ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્વાતિ મેઈન રોડ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી 36 બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે
April 08, 2025 03:20 PMગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનામાંથી રૂ.૧.૨૬ લાખની કોપર પ્લટની ચોરી
April 08, 2025 03:19 PMકેવાયસી અપડેટના નામે ફોન કરી બાંધકામ ધંધાર્થીના ખાતામાંથી 5.62 લાખ ઉસેડી લીધા
April 08, 2025 03:17 PMઆખા વર્ષમાં અખા ત્રીજે લગ્ન કરવા શું કામ માનવામાં આવે છે શુભ? જાણો તેની પાછળનું કારણ
April 08, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech