ટેકનોલોજીના આ યુગમાં હવે ફાસ્ટેગની મદદથી થોડી જ મિનિટોમાં ટોલ ટેકસ ચૂકવાઇ જાય છે. ફાસ્ટેગ દ્રારા ટોલ વસૂલવાની વ્યવસ્થાને યોગ્ય કરવાના પ્રયાસપે સરકારે આદેશ આપ્યો છે કે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી બેન્કો દ્રારા અપૂર્ણ કેવાયસી સાથેના ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. તેથી ૩૧ જાન્યુઆરી પહેલા ફાસ્ટેગ કેવાયસી કરાવી લેવું જરી છે નહીં તો ટોલ ટેકસ ભરવામાં મુશ્કેલી પડશે અને મુસાફરીમાં પણ મુશ્કેલી આવી શકે છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્રારા જાહેર કરાયેલા અપડેટમાં વન વ્હીકલ વન ફાસ્ટેગ ઝુંબેશ પર અપૂર્ણ કેવાયસી સાથેના ફાસ્ટેગને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી બેન્કો દ્રારા બ્લેકલિસ્ટ કરવામાં આવશે. સરકારના આ અભિયાનથી નેશનલ હાઈવે પર વાહન ચલાવવાનો અનુભવ વધુ સારો બનશે.હાલ માત્ર લેટેસ્ટ ફાસ્ટેગ એકાઉન્ટ જ એકિટવ રહેશે. વધુ સહાયતા અથવા પ્રશ્નો માટે, ફાસ્ટેગ યુઝર્સ નજીકના ટોલ પ્લાઝા અથવા તેમની સંબંધિત જાહેર કરતી બેન્કોના ટોલ–ફ્રી ગ્રાહક સેવા નંબરનો સંપર્ક કરી શકે છે.
નોંધનીય છે કે એનએચએઆઈને હાલમાં જ ફરિયાદ મળી હતી કે એક જ વાહન માટે એકથી વધુ ફાસ્ટેગ જાહેર કરવામાં આવ્યા છે અને કેવાયસી પણ કરવામાં આવ્યું નથી, ત્યારબાદ એનએચએઆઈએ આ પગલું ભયુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલીકવાર વાહનની વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ ઇરાદાપૂર્વક લગાવવામાં આવતાં નથી, જેના કારણે ટોલ પ્લાઝા પર નેશનલ હાઇવે યુઝર્સને બિનજરી વિલબં અને અસુવિધા થાય છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયનું કહેવું છે કે ફાસ્ટેગ દેશમાં ઈલેકટ્રોનિક ટોલ કલેકશનમાં ક્રાંતિ લાવી છે. ૯૮ ટકાના પેનેટ્રેશન રેટ અને ૮ કરોડથી વધુ યુઝર્સ સાથે ફાસ્ટેગ ખૂબ જ ઝડપી સિસ્ટમ બની ગઈ છે. વન વ્હીકલ, વન ફાસ્ટેગ નેશનલ હાઈવે યુઝર્સને સરળતા લાવશે અને નેશનલ હાઈવે પર વધુ સારો અનુભવ પ્રદાન કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech