ભારતમાં ટોલ ટેક્સ વસુલવા માટે સરકાર નવી સિસ્ટમ લાવી રહી છે, જે ઝડપી હોવાની સાથે સાથે સુરક્ષિત પણ હશે. જીપીએસ આધારિત ટોલ કલેક્શનના કારણે ટોલ બૂથ પર ઉભવાની જરૂર નહીં રહે. ઓછા કિમી માટે વાહન ચલાવનારને ઓછો ટેક્સ ભરવો પડશે. કેમેરા દ્વારા નંબર પ્લેટને સ્કેન કરીને ટેક્સ વસુલાશે.આ સિસ્ટમ આગામી એપ્રિલ મહિનાથી જ લાગુ થવાની શક્યતા છે. વાહન ચાલકોના ખાતામાંથી સીધા રૂપિયા કપાઈ જશે અને ટોલ ટેક્સની ચોરી મુશ્કેલ બનશે.
ભારતમાં હાઈવે પર ટોલ ભરતી વખતે હજુ પણ લાંબી લાઈનોમાંથી છુટકારો નથી મળ્યો. કેશની જગ્યાએ હવે વાહનો પર ફાસ્ટેગના સ્ટીકર આવી ગયા હોવા છતાં ટોલ નાકા પર પહેલાની જેમ જ ભીડ જોવા મળે છે. જોકે, સરકાર હવે આ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ભારતમાં ટૂંક સમયમાં જીપીએસના આધારે ટોલ ટેક્સ વસુલવામાં આવશે. એટલે કે જીપીએસ દ્વારા વાહનોને ટ્રેક કરવામાં આવશે અને તેના આધારે ટોલ ભરવો પડશે. આ સિસ્ટમ આગામી એપ્રિલ મહિનાથી જ લાગુ થવાની શક્યતા છે.
એક્સપટ્ર્સના કહેવા પ્રમાણે જીપીએસ આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમમાં નંબર પ્લેટને ઓટોમેટિક ઓળખી લેતી એએનપીઆર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.હાલમાં સ્થિતિ એવી છે કે હાઈવે પર થોડા થોડા અંતરે ટોલ નાકા આવેલા છે અને તેમાંથી પસાર થતી વખતે વાહનચાલકોનો ઘણો સમય બગડે છે તથા મુસાફરીનો મૂડ ખરાબ થઈ જાય છે. હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ફાસ્ટેગ ઉપરાંત હવે જીપીએસ આધારિ ટેક્સ કલેક્શન સિસ્ટમ આવી રહી છે. એપ્રિલ મહિનાથી જ નવી સિસ્ટમ લાગુ થવાની શક્યતા છે.
શરૂઆતમાં જીપીએસ આધારિત સિસ્ટમ એક પાઈલટ પ્રોજેક્ટની જેમ હશે અને ફાસ્ટેગની સાથે કામ કરશે. તેનાથી દરેક ટોલ નાકા પર વાહનોની ભીડ ઘટશે તેવી આશા છે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટીની આવકમાં પણ મોટો વધારો થવાનો છે. હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટી વર્ષના 40,000 કરોડની કમાણી કરે છે. આગામી બેથી ત્રણ વર્ષમાં આ કમાણી વધીને 1.40 લાખ કરોડે પહોંચી જાય તેવી શક્યતા છે. ફાસ્ટેગ લાવવામાં આવ્યા પછી પણ ટોલ નાકા પર વેઈટિંગ ટાઈમ તો રહે જ છે. જોકે, અગાઉ કરતા હવે વેઈટ પિરિયડ ઘટી ગયો છે. 2018-19માં ટોલ પ્લાઝા પર વાહનનો એવરેજ વેઈટિંગ ટાઈમ 8 મિનિટનો હતો. ત્યાર પછી 2020-21માં ફાસ્ટેગ આવી ગયા પછી વેઈટ ટાઈમ ઘટીને 47 સેક્ધડ થયો હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે, હજુ પણ ઘણી જગ્યાએ ફાસ્ટેગનો ઉપયોગ કરવા છતાં વાહનોની લાંબી લાઈન જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech