જન્માષ્ટમીનિ તહેવારને અનુલક્ષીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ફરસાણના ભાવ નક્કી કરાયા

  • August 22, 2024 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યમ/ગરીબ વર્ગના લોકો જન્માષ્ટમીનો તહેવાર માણી શકે તે હેતુથી જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણીના અધ્યક્ષ સ્થાને ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તહેવારોને અનુલક્ષીને  ફરસાણ તથા લાઈવ ગાંઠીયાનું વાજબી ભાવે જાહેર જનતાને વિતરણ માટેનું આયોજન કરવા વેપારીઓને અનુરોધ કરાયો હતો.  

    

જેમાં વેપારીઓએ પ્રવર્તમાન બજારભાવ કરતા ૧૦% જેટલા નીચા ભાવે વેચાણ કરવા સર્વસમંતિ આપી હતી. જાહેર જનતાના હિતાર્થે મધ્યમવર્ગને પોસાય તેમજ હર્ષ-ઉલ્લાસથી તહેવાર માણી શકે તે હેતુથી ફરસાણ અને મીઠાઈમાં ભાવ-બાંધણું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેર જનતાના આરોગ્યને અનુલક્ષીને ફૂડસેફટી ઓફિસર દ્વારા વેપારીઓને સ્વચ્છતા જાળવવા, દાઝીયા તેલનો ઉપયોગ નિયમોની મર્યાદામાં કરવા, તેમજ ફરસાણમાં સોડીયમ કાર્બોનેટ (ધોવાનો સોડા) તેમજ હાનીકારક રંગીન દ્રવ્યો ન વાપરવા તેમજ સારી ગુણવતાયુક્ત ફરસાણ, મીઠાઈ મળી રહે તેની તકેદારી રાખવા વેપારીઓને સંમત કરાયા હતા. જે મુજબ લાઈવ ગાંઠીયા તથા ફરસાણ અને મીઠાઈમાં રાહતદર ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સીંગતેલમાં લાઈવ ગાંઠીયા રૂ. ૪૮૫, ફરસાણ રૂ. ૪૩૦, કપાસીયા તેલ રૂ.૪૩૦, ફરસાણ રૂ .૩૪૦, પામોલીન તેલ લાઈવ ગાંઠીયા રૂ. ૪૧૦, ફરસાણ રૂ. ૨૮૫ ઉપરાંત  બુંદી લાડુ,લાસા લાડુ તથા  મીઠી બુંદીનો ભાવ રૂ.૧૮૦ તથા મોહનથાળ, મૈસુબ રૂ.૨૫૦ નક્કી કરાયો છે, તેમ પુરવઠા શાખાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application