લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) સહિતના વિવિધ મુદ્દાઓ પર આંદોલન કરી રહેલા ખેડૂતોને એક મહિનો થવા જઈ રહ્યો છે પરંતુ તેઓ હજુ પણ હરિયાણા–પંજાબની સરહદ પર ઉભા છે. ખેડૂત આગેવાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. બાબતે ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે ખેડૂતોએ પોતાનો નિર્ણય બદલ્યો નથી. તેમણે કહ્યું, અમે ખેડૂતો અહીં ખનૌરી અને શંભુ બોર્ડર પર જ રહીશું, અમે અમારા ટ્રેકટર અને ટ્રોલી વિના આગળ વધીશું નહીં. અમે દિલ્હી તરફ કૂચ કરવાનો અમારો નિર્ણય બદલ્યો નથી, અમે ત્યાં સુધી રાહ જોઈશું યાં સુધી યાં સુધી સરકાર રસ્તાઓ ફરીથી ખોલશે નહીં ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.
શંભુ અને ખનૌરી બોર્ડર પર બેઠેલા પંજાબના ખેડૂતો એમએસપીની કાયદેસર ગેરંટી સહિતની તેમની માંગણીઓ માટે હવે દિલ્હી નહીં જાય. તેઓ હરિયાણાની સરહદ પર અડગ રહેશે. જો કે, ખેડૂત સંગઠનોએ અન્ય રાયોના ખેડૂતોને ૬ માર્ચે દિલ્હીમાં એકઠા થવાની અપીલ કરી છે. આ સાથે ખેડૂતો ૧૦ માર્ચે બપોરે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી દેશભરમાં ટ્રેનોને પણ રોકશે.
આ પહેલા સર્વન સિંહ પંઢરે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે તે ખેડૂતો પર ધ્યાન આપી રહી નથી કારણ કે ભાજપનું ધ્યાન આગામી લોકસભા ચૂંટણી જીતવા પર છે. તેમણે કહ્યું, ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેમનું ધ્યાન ચૂંટણી કેવી રીતે જીતવું તેના પર છે. ખેડૂતોનું આંદોલન યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રહેશે.
રવિવારે ખેડૂત નેતાઓ જગજીત સિંહ દલ્લેવાલ અને સર્વન સિંહ પંઢેરે કહ્યું કે હરિયાણા સરકાર દ્રારા ખેડૂતોને પંજાબની ખનૌરી અને શંભુ સરહદોથી આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. તેથી, ૬ માર્ચે દેશના અન્ય રાયોના ખેડૂતો બસ અને ટ્રેન મારફતે દિલ્હી જશે. ત્યાં જંતર–મંતર પર ખેડૂતો તેમની માંગણીઓ માટે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે, પરંતુ પંજાબના ખેડૂતો માત્ર શંભુ અને ખન્નૌરી બોર્ડર પર જ વિરોધ પ્રદર્શન કરશે અને તેમની માંગણીઓ માટે વિરોધ કરશે. આ સાથે આંદોલનને મજબૂત કરવા માટે અહીં ખેડૂતોની સંખ્યા વધારવામાં આવશે.
પંઢેરે કેન્દ્ર સરકારને ઘેરતા કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો ટ્રેકટર–ટ્રોલી સાથે વિરોધ કરવા દિલ્હી કેમ આવવા માગે છે. હવે ખેડૂતો ટ્રેકટર–ટ્રોલી વગર ૬ માર્ચે દિલ્હી જઈ રહ્યા છે. આશા છે કે કેન્દ્ર સરકાર આ ખેડૂતોને તેમના રસ્તામાં રોકશે નહીં. તેમને જંતર–મંતર પર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech