ભાદર નદીની કાચી પુલ સંરક્ષણ દીવાલ ધોવાઇ જતા ખેડૂતોને થયુ વધુ નુકશાન

  • September 05, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કુતિયાણા પંથકના થેપડા અને ચૌટાને જોડતા ગ્રામ્યમાર્ગની આડશમાં બનાવાયેલી કાચી પ્રોટેકશન દીવાલ ઘસમસતા પાણીના પુરમાં તણાઇ ગઇ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ સ્થળ મુલાકાત કરીને સત્તાધીશો ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા.
પોરબંદર જૂનાગઢ રોડમાં આવતાં ભાદર પુલ નીચેથી પસાર થતાં થેપડા, ચોવટાને જોડતાં ગ્રામ્ય માર્ગની આડશમાં બનાવવામાં આવેલી કામચલાવ પ્રોટક્શન દીવાલ તોડીને ઘસમસતા પુરના પાણીએ ફરી એક વખત પોરબંદર જીલ્લામાં સત્તાપક્ષનો ભયમુક્ત ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે. તેમ જણાવીને સ્થાનિક અને પ્રદેશના કોંગી નેતાઓએ સ્થળ મુલાકાત કરી હતી. કુતિયાણા તાલુકામાં આવેલ માટીથી બનેલ અમીપુર ડેમના  કામમાં જે ભ્રષ્ટાચાર થયો છે એમાં જે રીતે સત્તાપક્ષના ચૂંટાયેલા સદસ્યો મગનું નામ મરી નથી પાડવા માંગતા એમ ભાજપમાં પણ બધા ભ્રષ્ટાચારી નથી, પરંતુ એજ પક્ષમાં જેમણે પેટભરીને ભ્રષ્ટાચાર કર્યો એની વિ‚દ્ધ એજ પક્ષના ઈમાનદાર લોકો બોલી નથી શકતા એ જનતા સમજવા લાગી છે. એજ પદ્ધતિથી જીલ્લા પંચાયત પોરબંદરના મનરેગા યોજનામાંથી કામચલાવ સંરક્ષણ દીવાલ (કાચી) બનાવી હતી. એ દીવાલ કાચી જ છે અને ગમે ત્યારે ઘસમસતા પાણીમાં તૂટી પણ જાશે એ નેતાઓ જાણતા પણ હતા અને બે-ત્રણ વખત તો ત્યાં પાકી સંરક્ષણ દીવાલ બનાવવામાં આવશે એમ બોલીને એટલી જ વાર સ્થાનીક જનતાને બોલાવીને ખાતમુહૂર્ત પણ કરાવ્યા છતાં આ વખતના વરસાદે એવા ભયમુક્ત ભ્રષ્ટાચારની પોલ ખોલવા જ જાણે અતિવૃષ્ટીનું ‚પ લીધું હોય એમ ત્રણ કીલોમીટર થી વધૂની આશરે ૨૫ થી ૪૦ મીટર સુધીની નદી કાંઠાની જમીનો ધોવાઇ ગઈ છે. કેટલાંક લોકોની એક દોઢ વીઘો જમીન, તો કેટલાંક લોકોના મકાનો વહેતાં પાણીમાં તણાય ગયા છે.
આ અંગેની રજૂઆતો કોંગ્રેસને મળતા પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરા, કોંગ્રેસના આગેવાન ભીમાભાઇ વેજાભાઈ ઓડેદરા, રામા નાથા મા‚, કુતિયાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ અરજણ પીઠા સોલંકી અને પ્રવકતા ભાર્ગવ જોષી ધોવાય ગયેલ માર્ગ પર ભાદર પુલ નીચે સ્થાનીક આગેવાનોને સાથે રાખીને દોડી ગયા હતા. સ્થળ પર જે જોવા મળ્યું એવું નુકશાન માત્ર ખેડૂત જ સહન કરી શકે ત્યારે જેની એક દોઢ વીઘો જમીન ધોવાય જાય, એને ખેતર ધોવાણની સહાય ન મળે તો જગતનો તાત હવે ભાંગી પડે એમ છે. ત્યારે સરકાર કદાચ યોજનાઓ બનાવીને આપે પણ જીલ્લા કક્ષાએ જીલ્લા પંચાયત ખેડૂતોના હિતને બદલે પોતાના સગા કે વ્હાલાનું હિત જોવે તો બિચારો ખેડૂત ક્યાં જાય ? કોને કહે ? ઉપસ્થિત નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ પ્રવકતા ભાર્ગવ જોષી મીડીયાને જણાવતાં કહે છે કે જે માર્ગ ધોવાય ગયો છે એ તાત્કાલીક ધોરણે નવો બનાવવો ખૂબ જ‚રી છે, તેમજ હજુ પણ જે જમીન ધોવાય રહી છે તેને અટકાવવા અગાઉ જ્યાં કાચી સંરક્ષણ દીવાલ હતી, ત્યાં પાકી પુર સંરક્ષણ દીવાલ બનાવવામાં આવે તેમજ જે ખેડૂતોની જમીન ભાદર નદીના વહેણમાં ધોવાય ગઈ છે એ તમામ આશરે ૨૦૦ જેટલાં ખેડૂતોનો જમીનનો સર્વે કરાવીને જેની જેટલી જમીન ધોવાય ગઈ એની એટલી જમીનમાં નેતાઓના ભ્રષ્ટાચારના જે ખાડા પડ્યા છે એને બુરવા જેટલી આર્થિક સહાય આપવામાં આવે એવી પોરબંદર જીલ્લા કોંગ્રેસ તરફથી પ્રવકતા ભાર્ગવ જોશી, તાલુકા સદસ્ય રામભાઇ મા‚ તેમજ સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. પ્રવાસમાં સ્થાનીક આગેવાનોમાં નારણ રામ ભાટુ સદસ્ય તાલુકા પંચાયત કુતિયાણા, દેવાભાઈ ઓડેદરા, કન્વિનર હાથથી હાથ જોડો, દિવ્યેશભાઈ વ્યાસ મહામંત્રી કુતિયાણા તાલુકા કોંગ્રેસ તેમજ દુષ્યન્તભાઇ કડછા શહેર કોંગ્રેસ પ્રમુખ કુતિયાણા આગેવાનો સાથે ખાસ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application