માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી મુદ્દે ફરી ખેડૂતોનો વિરોધ

  • January 04, 2024 06:50 PM 

ભાવનગર માર્કેટીંગ યાર્ડ ખાતે ડુંગળીને લઇ વધુ એક વિરોધ ઉભો થયો હતો. આજે ચિત્રા, ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે દડુંગળીની હરજી શરૂ કરાતા અન્ય યાર્ડ કરતા ભાવનગર માર્કેટીંગ યાર્ડ ખાતે નીચા ભાવ બોલતા ખેડૂતો રોષે ભરાયા હતા. અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરી યાર્ડ તંત્ર સમક્ષ રજુઆત અર્થે પહોંચ્યા હતા.


ભાવનગર જિલ્લામાં ડુંગળી અંગે એક પછી એક વિવાદ ઉઠી રહ્યો છે. ત્યારે ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે વધુ એકવાર ખેડૂતોએ હોબાળો કરાયો હતો. ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ ખેડૂતોને ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. ભાવનગર જિલ્લાના મહુવા સહીતના અન્ય માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના ભાવ ૩૫૦ થી ૪૫૦ સુધી બોલાઈ રહ્યા છે. જયારે ભાવનગર ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી લઇને આવેલા ખેડૂતોને ડુંગળીના ભાવ ૨૦૦ થી લઇ ૨૭૫ સુધી બોલાઈ રહ્યા છે. ત્યારે ડુંગળીના તળિયાના ભાવને લઇ ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. અને હરજી રોકાવી ખેડૂતો યાર્ડના સત્તાધીશો પાસે રજુઆત અર્થે પહોંચ્યા હતા. ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાતા યાર્ડ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે ખેડૂતો દ્વારા માત્ર યોગ્ય ભાવ માળે તેવી માંગ સાથે શાંતિપૂર્ણ રીતે રજુઆત કરવામાં આવી હતી. ત્યારે ખેડૂતોને ડુંગળી મુદ્દે વધુ એક ભાવનો વિવાદ ઉભો થતા ડુંગળી પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application