ગીર પંથકના બોરવાવ ગામના જ્યા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગામલોકો સાથે ગ્રામસભા યોજી હતી. પરંતુ ગ્રામ સભા પહેલા કલેકટર દ્વારા ગામની વિજીટ કરવામાં આવી હતી અને અધીકારીઓને આડે હાથ લીધા ગામમાં ગંદકીના ગંજને જોઇ કલેકટર દ્વારા તત્કાળ ગંદકી દૂર કરવા સૂચન કરાયું હતું. એટલું જ નહિ ગામની શાળાની પણ મુલાકાત લીધી હતી અને શાળા નજીક ગંદકીને લઇ કલેકટર ગુસ્સે ભરાયાં હતા.
કલેકટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને વિભાગ દ્વારા ઇકો ઝોન મામલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને ગામડે ગામડે ગ્રામસભા યોજી ખેડૂતોને સમજાવવા અને ઇકો ઝોન મામલે ઉડેલી અફવાઓમાં ખેડૂતો ધ્યાન ન દેવા અપીલ કરવા માટે ગ્રામ સભાના માધ્યમથી મુદ્દો ખેડૂતો સુધી પહોચાડવાનું નક્કી કરાયું હતું અને બોરવાવ ખાતે ગીરનાં સાત ગામોની ગ્રામ સભા યોજી હતી.
જોકે બોરવાવ ગામે કલેકટરના આગમન સમયે મોટી સંખ્યામાં ઇકો ઝોન વિરૂદ્ધના ખેડૂતો દ્વારા નારા લગાવ્યા પણ લગાવવામાં આવ્યા હતા. હાલ તો ઇકો ઝોનનો મામલો તુત પકડી રહ્યો છે. જેને કિસાન સંઘ ખેડૂતોને એક થઇ લડવા અપીલ કરી રહ્યું છે તો તેની સામે હવે પ્રશાસને વન વિભાગની સાથે કલેકટરને મેદાને ઉતારી ખેડૂતોને સમજાવવાનું નક્કી કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech