દેશભરના ખેડૂતોના 22મીએ દિલ્હીમાં ધામા

  • July 15, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર સંઘ મોરચાની સંયુક્ત બેઠક ગઈકાલે ખન્નૌરી બોર્ડર પર યોજાઈ હતી. આ દરમિયાન ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે જણાવ્યું કે 22 જુલાઈએ દિલ્હીની કોન્સ્ટિટ્યૂશનલ ક્લબમાં એક બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી વિવિધ ખેડૂત જૂથોના પ્રતિનિધિઓ આવશે. સાથે જ જાણીતા કૃષિ તજજ્ઞો પણ ભાગ લેશે. સંમેલનમાં કેન્દ્ર સરકારના જુઠ્ઠાણાનો પદર્ફિાશ થશે.
તેમણે કહ્યું કે સરકારી પ્રતિનિધિઓ ખોટો પ્રચાર કરી રહ્યા છે કે ખેડૂતોને એમએસપીની કાયદેસર ગેરંટી આપવાથી બજેટ પર લગભગ 17.5 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. સંમેલન દ્વારા વિપક્ષી પાર્ટીઓના સાંસદો તરફથી વચન પાળવા અને સંસદમાં એમએસપીની કાયદાકીય ગેરંટી માટે ખાનગી બિલ લાવવાની માંગ કરવામાં આવશે. આ સાથે ખેડૂતો અને મજૂરો માટે દેવા મુક્તિ અને સ્વામીનાથન રિપોર્ટ મુજબ તેમના પાકના ભાવ નક્કી કરવા અંગે સંસદમાં અવાજ ઉઠાવીને કેન્દ્ર પર દબાણ લાવવું જોઈએ. દલ્લેવાલે કહ્યું કે મીટિંગમાં 17 અને 18 જુલાઈએ અંબાલા એસપી ઓફિસની ઘેરાબંધી અંગે ખેડૂતો પર પણ ફરજો લાદવામાં આવી છે.
દલ્લેવાલે વધુમાં કહ્યું કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ હરિયાણા સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટની નકલ મેળવવામાં આવી રહી છે. તે મળતાં જ જોવામાં આવશે કે હરિયાણા સરકારે બેરિકેડ્સને હટાવવા અંગે સુપ્રીમ કોર્ટમાં શું દલીલો આપી છે. આ પછી આવતીકાલે ખેડૂત જૂથો ચંદીગઢમાં મીડિયાની સામે તેમનું વલણ સ્પષ્ટ કરશે કે આગળ શું કરવામાં આવશે. દલ્લેવાલે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી વેપારીઓ અને સામાન્ય લોકોમાં રસ્તાઓ બંધ કરવાને લઈને ખેડૂતો વિરુદ્ધ ખોટી માહિતી પ્રચાર થઈ રહી છે.વેપારીઓને થતા નુકસાન અને લોકોને પડતી સમસ્યાઓ માટે ખેડૂતોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ માટે ખેડૂત જવાબદાર નથી. હવે હાઈકોર્ટ સામે સુપ્રીમ કોર્ટમાં જઈને હરિયાણા સરકારે સાબિત કરી દીધું છે કે તેમને વેપારીઓ અને લોકો સાથે કોઈ લેવાદેવા નથી, તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ખેડૂતોને દિલ્હી જવા દેવાનો નથી. પરંતુ ખેડૂતો તેમના સ્ટેન્ડ પર અડગ છે. જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ભલે ગમે તેટલો સમય લાગે. દલ્લેવાલે કહ્યું કે ખેડૂત જૂથોએ વેપારીઓ અને સામાન્ય લોકોને અપીલ કરી છે કે તેઓ લડતમાં તેમને સમર્થન આપે.
સરકાર 20 જુલાઈ સુધી વાત નહીં કરે તો મોટા આંદોલનની ચેતવણી
રોહતકમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા રવિવારે ચૌધરી છોટુ રામ ધર્મશાળામાં રાજ્ય સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સંયુક્ત અધ્યક્ષતા ઈન્દરજીત સિંહ, વિકાસ સિસાર, સુખવિંદર અને રણવીર મલિકે કરી હતી. આ બેઠકમાં રાજ્યભરમાંથી સંસ્થાઓએ ભાગ લીધો હતો. ખેડૂતોએ કહ્યું કે જો સરકાર 20 જુલાઈ સુધીમાં મોરચાના પ્રતિનિધિઓ સાથે વાત નહીં કરે તો તેઓ આવતા મહિને રાજ્યમાં મોટું આંદોલન કરશે. બેઠકમાં ખેડૂતોની સ્થાનિક સમસ્યાઓ અંગે પણ ચચર્િ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application