મગફળીના ચાલુ વર્ષે બમ્પર ઉત્પાદન પછી પણ ખેડૂતોને તેના પૂરતા ભાવ મળતા નથી. યારે સીંગતેલના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. માર્કેટયાર્ડમાં . ૮૦૦ થી પિયા ૧૨૦૦ ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી . ૧૩૫૬ ચૂકવે છે. યારે સિંગતેલના એક ડબ્બાનો ભાવ . ૩,૦૦૦ની આસપાસ હોવાથી ખેડૂતોએ આ વખતે પોતાની મગફળી સરકારને ટેકાના ભાવે વેચવાના બદલે અથવા તો માર્કેટયાર્ડમાં અને ખુલ્લા બજારમાં પાણીના ભાવે કાઢી નાખવાના બદલે ઘર આંગણે તેનું સિંગતેલમાં પાંતર કરી ઉપયોગ અને વેચાણના નવો ટ્રેન્ડ અપનાવ્યો છે. તેના કારણે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ જામનગર જિલ્લાઓમાં ૮૦૦ થી વધુ ટચૂકડી ઓઇલ મીલ ધમધમતી થઈ છે.
વિપુલ ઉત્પાદન પછી પણ ઓછા ભાવ મળતા હોવા છતાં મગફળીના મામલે ખેડૂતો તરફથી ખાસ ઉહાપોહ થઈ રહ્યો નથી તે બાબતેનું મુખ્ય કારણ બદલાયેલ નવો ટ્રેન્ડ હોવાનું જાણવા મળે છે.
ટચુકડી ઓઇલ મીલ દ્રારા પોતાના પરિવાર અને સગા સંબંધીઓના ૧૨ મહિનાના સિંગતેલની જરિયાત પૂરી પાડવાના કારણે સ્થાનિક કક્ષાએ ટચૂકડી ઓઇલ મીલ દ્રારા ઉત્પાદનનું પ્રમાણ મીલરો દ્રારા ગંજાવર મશીનરી સાથે મોટા પ્રમાણમાં કરવામાં આવે છે તેટલું નથી પરંતુ આમ છતાં પગ નીચે રેલો આવી જાય તેવું તો છે જ. ગુજરાત ઓઇલ મીલ્સ એન્ડ ઓઇલ સીડસ એસોસિએશનના પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે ચાલુ સિઝનમાં અપેક્ષા કરતાં ૧૦% ઓછી ડિમાન્ડ સિંગતેલની અત્યારે જોવા મળે છે. પરંતુ આવી પરિસ્થિતિ બારે મહિના રહે તેવી શકયતા નથી.
ટચૂકડી ઓઇલ મીલ દ્રારા સીંગતેલનું સ્થાનિક કક્ષાએ ઉત્પાદન કરી રહેલા ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ અત્યારે મગફળીની એક ખાંડીનો એટલે કે ૪૦૦ કિલોનો ભાવ . ૨૦,૦૦૦ આસપાસ છે . એક ખાંડી મગફળીએ આઠ ડબા સિંગતેલનું ઉત્પાદન થતું હોય છે. આ મુજબ . ૨૪,૦૦૦ નું સીંગતેલ ઉત્પાદિત થાય છે. ટ્રાન્સપોર્ટેશન અને ટેકસમાં બચત જેવા ફાયદા ઉમેરીએ તો આ ફાયદો ઘણો વધી જાય છે.
સીંગતેલના ઉત્પાદન પછી મિલરોને ૫% જીએસટી ચૂકવવો પડતો હોય છે. પરંતુ ટચુકડી મિલમાં ઉત્પાદિત થતાં તેલમાં આવો કોઈ વેરો નથી અને તે વધારાનો ફાયદો મળતો હોવાથી સ્થાનિક કક્ષાએ ઉત્પાદિત થતા આવા તેલ પ્રમાણમાં ઓછી કિંમતના હોય છે. અમુક કિસ્સાઓમાં તો મિલરો પણ ખેડૂતોને નામે ઉત્પાદન થયું હોવાનું જણાવી ટેકસ બચાવતા હોય છે.
અમારે ત્યાં ઉત્પાદન થતું સિંગતેલ શુદ્ધ છે, ડબલ ફિલ્ટર છે તેવા દાવા બ્રાન્ડેડ સિંગતેલના ઉત્પાદકો– ઓઈલ મિલરો દ્રારા કરવામાં આવે છે. પરંતુ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિકમાં ટચૂકડી ઓઇલ મીલ મારફત તેલનું જે ઉત્પાદન કરવામાં આવે છે તેમાં આવા કોઈ પ્રચારની જર નથી. કારણ કે નજર સામે મગફળીનું તેલમાં પાંતર થતું હોય છે. ગ્રામ્ય સ્તરમાં સગા સંબંધીઓ ઉપરાંત અન્ય લોકો પણ ટચુકડી ઓઇલ મીલ માંથી સિંગતેલ ખરીદતા થઈ ગયા છે અને તેની સીધી અસર ઓઈલ મીલરોને ડિમાન્ડમાં થયેલા ઘટાડામાં જોઈ શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા નગરીમા તંત્ર દ્વારા કરાયું ડીમોલીશન, પણ કેવું?
December 27, 2024 07:32 PMજામનગર : ટ્રાફિક નિયમોના ભંગની દંડાત્મક કાર્યવાહી દર્શાવતા બેનરો લાગ્યા છતાં વાહનચાલકો રોંગ સાઈડમાં
December 27, 2024 07:26 PMસીઆઇડી ક્રાઈમનું સફળ ઓપરેશન, BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણામાંથી ઝડપાયો
December 27, 2024 07:08 PMજોડિયાના કડિયા શેરી વિસ્તારમાં આગનો બનાવ
December 27, 2024 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech