BREAKING NEWS

વીરપુર(જલારામ) પંથકમાં વાવણી ટાણેજ ડીઝલ ન મળતા ખેડૂતોમાં રોષ

  • May 22, 2026 09:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાત્રાધામ વીરપુર પંથકમાં ખેડૂતો હાલ ભારે વહીવટી અને વ્યવહારિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ ચોમાસુ અને વાવણીનો સમય એકદમ નજીક આવી રહ્યો છે, ત્યારે ખેતીના કામો માટે અત્યતં જરી એવા ડીઝલની અછત ઉભી થતા જગતના તાતની ચિંતામાં મોટો વધારો થયો છે. આજના સમયમાં આધુનિક ખેતી સંપૂર્ણપણે યંત્રો પર નિર્ભર છે. ખેતરમાં ટ્રેકટર, રોટાવેટર, ઓરણી અને અન્ય ભારે સાધનોના ઉપયોગ માટે ડીઝલ અનિવાર્ય છે. પરંતુ વીરપુર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહ્યું નથી, જેના કારણે ખેતીના તમામ કાર્યેા ખોરવાઈ ગયા છે.ખેડૂતોની મુખ્ય સમસ્યા માત્ર ડીઝલની અછત નથી, પરંતુ પેટ્રોલ પપં સંચાલકોના જક્કી અને અવ્યવહા નિયમો પણ છે. વીરપુરના ખેડૂત તેમજ અન્ય સ્થાનિક ખેડૂતોએ પોતાની આક્રોશભરી વ્યથા ઠાલવતા સ્પષ્ટ્ર જણાવ્યું હતું કે, યારે તેઓ ખેતીના કામ માટે કેન કે બેરલ લઈને પેટ્રોલ પંપે ડીઝલ લેવા જાય છે, ત્યારે પપં સંચાલકો તેમને સીધો ઇનકાર કરે છે. પપં પરથી એવો જવાબ મળે છે કે કેનમાં ડીઝલ નહીં મળે, વાહન લઈને આવો તો જ વાહનની ટાંકીમાં ડીઝલ ભરવામાં આવશે. સ્થાનિક ખેડૂતોએ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરી છે કે ખેતીના આ મહત્વપૂર્ણ સમયે ડીઝલ પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે. વધુમાં, સરકારે હસ્તક્ષેપ કરી ખેડૂતો માટે કેનમાં ડીઝલ આપવાના નિયમોમાં તાત્કાલિક વ્યાવહારિક છૂટછાટ આપવી જોઈએ. જો આમ થશે તો જ તેઓ પોતાના ખેતરે ઉભેલા સાધનોમાં ઈંધણ ભરી શકશે અને વાવણી સમયસર થઈ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application