શું તમને ખબર છે કે આંબાનો બગીચો આવ્યો છે અને એ પણ રાજકોટ જિલ્લામાં... એક નહીં બે નહીં પૂરા ૮૦ જાતના કેરીના 2000 જેટલા આંબાનો બગીચો અને તેમાં પણ જુમખામાં લુમેલુમ કેરીઓ લચકતી જોવા મળે છે. રાજકોટ જિલ્લાના લોધિકાના ઢોલરા ગામના ખેડૂત જયસુખભાઈ રાદડિયાના ફાર્મ હાઉસમાં 10 વિઘાના બગીચામાં 2000 જેટલા આંબાના ઝાડ પર મોલ લહેરાતો જોવા મળે છે.
આમ્રપાલી, અંબિકા, અરુણિકા, અરુણિમા, લાલીમાં મલિકા... તમને લાગતું હશે કે આ કોઈ મહિલાના નામ છે પરંતુ આ નામ જયસુખભાઈએ આંબાની જાતોના નામ રાખ્યા છે.. અત્યારે આ ખેડૂત વર્ષે એક કરોડ જેટલી કમાણી કરી રહ્યા છે. આ સાથે મિયાઝાકી, જાપાની કિંગ ચતા પતા, તાઈવાન રેડ, ભાગલપુર મેંગો જરદાલુ, માઝા ટેસ્ટ કેરી, સ્વર્ણ રેખા, ઓલ ટાઈમ ઝૂમખાવલી કેરીઓ ઉગાડવામાં આવી છે. આ સાથે 150થી પણ વધુ ફળની વેરાઈટી પણ ઉગાડવામાં આવી છે.
લોકડાઉન પછી મેં વિચાર્યું કે મારી વાડીમાં કશું નવું કરીએ
આંબાના બગીચાની સફર વિષે વાત કરતાં જયસુખભાઇ કહે છે કે, કોરોના લોકડાઉન પછી મેં વિચાર્યું કે મારી વાડીમાં કશું નવું કરીએ, ને બાગાયત પાકનું વિચાર્યું. કેસર કેરી માટે અહીં હવામાન યોગ્ય ન હોય ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી અવનવી કેરીની જાતો મંગાવી અને બાગબાન શરુ કર્યું. ચાર વર્ષની મહેનત બાદ આંબા ઉગ્યા અને કેરીઓ પણ આવી, તેમ ચહેરા પર સફળતાની ખુશી સાથે જયસુખભાઈ જણાવે છે.
૪૦૦થી વધુ ગ્રામની એક કેરી થાય છે઼
રાજ્ય સરકાર દ્વારા બાગાયત વિભાગ દ્વારા કેરીની જુદી-જુદી જાતની કલમો આપવામાં આવે છે. તે ઉપરાંત, ઉત્તર પરદેશમાં ઇન્ડો ઈઝરાઈલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અંતર્ગત કેરીની અવનવી જાત તૈયાર કરતા સેન્ટરની વાત મારા ધ્યાને આવી. અહીંથી મેં વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર થતી અરુણિકા, અંબિકા લાલિમા, મલિકા જેવી સ્વદેશી કેરીની કલમો મંગાવી. આ કેરી ૪૦૦થી વધુ ગ્રામની થાય છે, વધુ પાક આવે છે અને વર્ષમાં એકથી વધુ વાર અને મોટા ભાગે ઓગસ્ટ પછી પણ આ કેરીઓનો પાક આવે છે.
દવા વગર ગાય આધારિત કેરીની ખેતી
આ ઉપરાંત મિયાઝાકી, જાપાની કિંગ ચતા પતા, તાઈવાન રેડ, ભાગલપુર મેંગો જરદાલુ, માઝા ટેસ્ટ કેરી, સ્વર્ણ રેખા, ઓલટાઈમ ઝુમ્ખાવલી કેરીઓ ઉગાડી અહીંના ખેડૂતોને તેઓ પ્રેરણા પુરી પાડી રહ્યા છે. જયસુખભાઈએ દવા વગર ગાય આધારિત ખેતી કરી મીઠી મધુરી કેરીઓ વેચી આવક રળવાના બદલે આ કેરીઓ ફાર્મની મુલાકાતે આવતાં ખેડૂતો પરિવારોને ચખાડી ખેડૂતોને બાગાયતી કેરીની ખેતી કરવા પ્રેરણા આપી રહ્યા છે.
આંબાની કલમો તૈયાર કરવા નર્સરી બનાવી
જયસુખભાઈએ બાગમાંથી આર્થિક ઉપાર્જન માટે આંબાની કલમો તૈયાર કરવા નર્સરી બનાવી છે. જેમાં ગત સિઝનમાં દસ હજાર જેટલી કલમો બનાવી ખેડૂતોને વેચી. જેમાંથી એક કરોડથી વધુની આવક તેમને થઈ હોવાનું તેઓ જણાવે છે. જયસુખભાઈએ માત્ર આટલેથી જ સંતોષ નથી માન્યો. તેઓએ ફળાઉ ઝાડ પણ વાવ્યા છે. જેમાં દાડમ, સંતરા, રાસબરી, જાંબુ, પીચ, સફરજન સહિત ૧૫૦થી વધુ ફળની વેરાઈટી ઉગાડી છે. આવનારા દિવસોમાં તેમાં પણ પ્રયોગો કરી વધુ ફળાઉ પાક લેવા તેઓ કામ કરી રહ્યા છે. શહેરના લોકોને પ્રકૃતિના પાઠ ભણાવવા અને નૈસર્ગિક ફળફળાદિ અંગે માહિતગાર કરવા ‘એગ્રો ટુરિઝમ’ પણ શરુ કરવા જઈ રહ્યા છે.
બગીચો કમાઉ દીકરો સાબિત થયો
બગીચો કમાઉ દીકરો સાબિત થઈ શકે, તેનું ઉત્તમ ઉદાહરણ એટલે જયસુખભાઈ રાદડિયા. તેમાં પણ ગૌ આધારિત ખેતી મારફતે રાસાયણિક ખર્ચ બચાવી લોકોના આરોગ્યને પણ નુકસાન ન થાય. ત્યારે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા સમયની માંગ મુજબ ઉત્પાદન દ્વારા પ્રધાનમંત્રીની ખેડૂતોની બમણી આવક કરવાની સંકલ્પનાને સાકાર કરી શકે છે.
નંદુ બાગની વિવિધ કેરીની વિશેષતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech