BREAKING NEWS

વડિયામાં ખેડૂતનો આપઘાત: મૃતદેહને પોલીસ મથકે લાવવા છતાં ફરિયાદ નોંધવામાં વિલંબ

  • June 15, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ગુજરાતમાં ખેડૂતો ની માઠી દશા બેઠી હોય તેમ એક બાજુ મોરબીના જેતપરમાં મંત્રીના ગામમાં ખેડૂતોને અન્યાય બાબતે આંદોલન મંડાયા છે. સરકારના બીજા મંત્રીના મત વિસ્તારમાં ખેડૂતે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવતા અરેરાટી વ્યાપી છે. અમરેલી જીલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના વડિયા ગામે બે દિવસ પેહલા ખેડૂત મનસુખભાઇ જીણાભાઇ સોજીત્રાની વાડીએ જવાનો વર્ષેા જૂનો બાપ–દાદા વખતનો રસ્તો બાલાભાઈ મનજીભાઈ સોજીત્રા દ્રારા બધં કરવામાં આવતા આ રસ્તા બાબતે છેલ્લ ા ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી અનેક સમજાવટો બાદ પણ આ રસ્તાના પ્રશ્નનો ઉકેલ ના આવતા તેને અંતે મૃત્યુ ને વ્હાલુ કરવાનો નિર્ણય લીધો હોય તેમ તેને એક વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાઈરલ કર્યેા હતો. જેમાં તેને રસ્તો બધં કરવા માટે જવાબદાર બે ઈસમો બાલાભાઈ મનજીભાઈ સોજીત્રા અને તેના દીકરા આ ખેડૂતને હેરાન કરતા હોય અને તે મોટી રાજકીય વગ ધરાવતા હોવાથી તેને પહોંચી નહિ શકતા કંટાળી અંતે આ ખેડૂતે તેની વાડીએ બપોર બાદના સમયે ઝેરી પીધી હતી. ગોંડલ સારવાર દરમ્યાન તેમનું બીજા દીવસે મૃત્યુ નીપજતા સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી હતી. આ ઘટનામાં મૃતક ખેડૂતનો રસ્તો બધં કરી પરેશાન કરી મરવા મજબુર કરનાર શખ્સો એ વડિયા જિલ્લ ા પંચાયત ના પૂર્વ સદસ્ય અને ભાજપ અગ્રણીના પરીવારજનો હોવાથી રાત્રીના સમયે ગુનો દાખલ કરવાની પ્રકિયા હાથ ધરાઈ હતી પરંતુ મૃતકના પરીવારજનોના ધમપછાડા બાદ પણ ચાર નામોમાંથી બે નામો સામે જ છેક પંદર કલાકની માથાકૂટ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જયારે અન્ય બે નામો જે ભાજપ અગ્રણીના નાના ભાઈ અને તેમના કાકી સામે ગુનો નોંધવામાં ન આવતા રાજકીય નેતાઓના પ્રેસરથી પોલીસ કામ કરતી હોવાના આક્ષેપો લાગ્યા હતા. જો કે રાત્રે મૃતકના પરીવારજનોને આ બાબતે અંદાજો આવતા મૃતદેહ પોલીસ સ્ટેશન પાસે લાવીને ચાર શખ્સ સામે ગુનો નોંધવા માંગણી કરી હતી પરંતુ મોટા રાજકીય નેતાઓના ઈશારે જાણે સામાન્ય માણસનું કોઈ સાંભળનાર ન હોય તેમ મૃતકના પુત્રની ફરિયાદ હોવા છતાં આરોપીઓને પોલીસ છાવરતી હોય તેવા આક્ષેપો સ્થાનિકોએ લગાવ્યા હતા. અંતે આ ખેડુતે જે વિડીયો બનાવ્યો હતો તેમાં જે બે શખ્સના નામો લીધા હતા તે મુજબ બાલાભાઈ મનજીભાઈ સોજીત્રા અને તેમના પુત્ર ભાવેશ બાલાભાઈ સોજીત્રા સામે ગુનો દાખલ કારવામા આવ્યો હતો. અંતે મૃતક પરિવારજનો એ પોલીસ સામે અને રાજકીય વગ સામે કોઈ સાંભળનાર જ નથી તેવો નિસાસો નાખી ને જાણે સ્વજન ને ગુમાવી હાર સ્વાકારી હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા અને ફકત બે જ લોકો કે જેના નામ મૃતક દ્રારા વીડિયોમાં લેવાય છે તેની સામે જ ગુનો નોંધવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application