જસદણના કનેસરા ગામે રહેતા દિલીપભાઈ છગનભાઇ પરમારે(ઉ.વ ૪૦) દ્વારા ભાડલા પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અનિલ રવજી મકવાણા, ગિરીશ રવજી મકવાણા અને રવજી રામા મકવાણાનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૦૧/૦૬/૨૦૨૫ ના રોજ સવારે અગીયાર વાગ્યે તે સરધાર બાલ-દાઢી કરાવવા માટે ગયેલ હતો. બપોરના સાડા બાર વાગ્યે બાલ-દાઢી કરાવી રામળીયા ગામે ફુવા કરશનભાઇ રામાભાઈ મકવાણાના ઘરે ગયો હતો. ફુવાના ઘરેથી બે વાગ્યાની આસપાસ જમીને બહાર નીકળ્યો ત્યારે ત્યા જ શેરીમા રામળીયા ગામના અનીલ મકવાણા ભેગો થઇ જતાં કહેવા લાગેલ કે, તારે મારા બાકીના રૂપીયા ક્યારે આપવાના છે? જેથી યુવાને અનીલને કહ્યું કે, તમને બધા રૂપીયા આપી દીધા છે હવે મારે કોઈ રૂપીયા તમને આપવાના રહેતા નથી જેથી અનીલ ગુસ્સે થઈ ગયેલ અને ગાળો આપવા લાગેલ હતો. યુવાને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાય જઇ હાથમા રહેલા પાઇપનો એક ઘા યુવાનના જમણા હાથના કાંડા અને કોણી વચ્ચેના બાવડાના ભાગે મારેલ હતો. દરમિયાન અનીલના પિતા રવજી મકવાણા આવી ગયેલ અને તેણે પણ યુવાનને જમણા પગના સાથળ પર લાકડીનો એક ઘા મારેલ હતો. અનીલનો મોટો ભાઇ ગીરીશે ખંભાના ભાગે લાકડીનો એક ઘા મારેલ હતો. ત્રણેય શખસોએ યુવાનને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા.બાદમાં ધમકી આપી હતી કે, અમારા બાકી નીકળતા રુપીયા અમને પાછા આપી દેજે નહીતર હજુ જીવથી જઈશ.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, છ મહીના પહેલા તેણે અનિલ મકવાણા પાસેથી રૂ. 60 હજાર હાથ ઉછીના લીધેલ હતા. જે રૂપિયા પરત આપી દીધા બાદ પણ અનિલ વધુ રૂપિયાની ઉઘરાણી કરતો હતો અને તે ઉઘરાણીમાં પિતા-પુત્રોએ હુમલો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech