રાજકોટ : જેતપુર તાલુકાના ખારચિયા ગામની સીમમાં વાડીએથી ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરી થઈ હતી. જે ગુનાનો ભેદ જેતપુર તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો છે. મૂળ દાહોદના વતની ખેતમજૂરને પોલીસે ઝડપી લઇ બાવળની જાળીમાંથી ટ્રેક્ટર અને ગોંડલમાં કલરકામ કરવા માટે આપેલ ટ્રોલી પોલીસે કબજે કરી હતી.કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા જીતેન્દ્રભાઈ કરશનભાઈ માડમ દ્વારા ગઈ તા. 14/4/2026 ના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદમાં જણાવ્યું હતું કે, જેતપુર તાલુકાના ખારચિયા ગામની સીમ વિસ્તારમાંથી સાંજના સમયે લાલજીભાઈ મકવાણાની વાડીએ ખેતીનું કામ ચાલુ હોય અહીંથી ટ્રેક્ટર નંબર જીજે 37 જે 4339 અને ટ્રોલી સહિત કુલ રૂ. 3.25 લાખની કોઈ ચોરી કરી ગયું હતું.ચોરીના આ બનાવને લઈ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શનમાં જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એમ.એલ. આહીરની રાહબરીમાં એએસઆઈ વિપુલભાઈ મારૂ, હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ગંભીર સહિતની સ્પેશિયલ ટીમ બનાવી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી હતી. પોલીસે 70 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી તેના આધારે આરોપી સ્થાનિક રોડથી વાકેફ હોવાનું તારણ નીકળ્યું હતું બાદમાં આ દિશામાં છેલ્લા પાંચેક દિવસથી તપાસ કરતા એવી માહિતી મળી હતી કે, ખારચીયા ગામના રાજેશ ગોબરભાઇ ભુવાની વાડીએ રહેતો અરવિંદ મથુરભાઈ આમલીયા પોતાની પાસે ટ્રેક્ટર હોય અને ટ્રોલી માટે તપાસ કરતો હતો અને પોતાના માલિક તથા આજુબાજુના માણસોને પોતાનું ટ્રેક્ટર ગોંડલ બાજુ નગરપાલિકામાં મૂકવાનું હોવાનું કહેતો હોય તેમજ સીસીટીવીમાં પણ ટ્રેક્ટર ટ્રોલી સહિત ગોંડલ શહેર વિસ્તારમાં ગયેલ હોવાનું માલુમ પડ્યું હતું.બાદમાં પોલીસે વોચ ગોઠવી જેતપુર ખીરસરા રોડ પર ખીરસરા ગામ પહેલા ગાલોલિયા નદીના પુલ પાસેથી ખરાબાની જગ્યામાં બાવળની કાંટામાં ટ્રેક્ટર સંતાડેલ હોય જે ટ્રેક્ટર સાથે આરોપી અરવિંદ મથુરભાઈ દેવસીંગભાઇ આમલીયા (ઉ.વ. 28 રહે. હાલ ખારચીયા, મૂળ ધાનાપુર, દાહોદ) ને ઝડપી લીધો હતો તેને ટ્રેક્ટર સાથે ચોરી કરેલ ટ્રોલી બાબતે પૂછતા તે ફર્યું ફર્યું બોલતો હતો. બાદમાં આગવી ઢબે પૂછતાછ કરતા તેણે ટ્રોલી ક્રિષ્ના ટ્રેઇલર ગોંડલ ખાતે કલર તથા સમારકામ કરવા માટે આપી હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે અહીં પહોંચી ટ્રોલી અને ટ્રેકટર સહિત કુલ રૂપિયા 3.5 લાખનો મુદ્દામાલ પર જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ ભુરાભાઈ માલીવાડ, વિપુલભાઈ મારુ, હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ગંભીર, મનેશભાઈ જોગરાદિયા રેવાભાઇ ખીંટ અને કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ વાઘેલા સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application