BREAKING NEWS

ખેડૂતોની આવક ડબલ કરવાના બણગા વચ્ચે ગુજરાતમાં ફાર્મ એનપીએમાં ૧૧.૨ ટકાનો વધારો

  • July 07, 2026 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કૃષિ ક્ષેત્રની એનપીએ નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂા.૬૩૭૧ કરોડ હતી તે વધીને નાણાકીય વર્ષ ૨૦૨૬માં રૂા.૭૦૮૩ કરોડ પર પહોંચ


રાય અને કેન્દ્ર સરકારની ખેડૂતોની આવક ડબલ કરવાના બણગા વચ્ચે એક ચોંકાવાનારો રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની એનપીએમાં ૧૧.૨ ટકાનો વધારો થયો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની એનપીએ નાણાકીય વર્ષ ૨૦૨૫માં . ૬૩૭૧ કરોડ હતી તે વધીને નાણાકીય વર્ષ ૨૦૨૬માં . ૭૦૮૩ કરોડ પર પહોંચી છે. ખેતીના વધતા ખર્ચની સામે પાકનું ઓછું ઉત્પાદન મળવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.
રિપોર્ટ મુજબ, આ સમયગાળા દરમિયાન ટૂંકા ગાળાની પાક લોનની એનપીએ ૧૪ ટકા વધીને . ૨૫૭૩ કરોડથી . ૨૯૩૪ કરોડ થઈ છે, યારે લાંબા ગાળાની કૃષિ ટર્મ લોનની એનપીએ ૯.૨ ટકા વધીને .૩૭૯૮ કરોડથી . ૪૧૪૯ કરોડ પર પહોંચી છે.
બેન્કિંગ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભલે કુલ બાકી લોનની સામે એનપીએનો રેશિયો નજીવો ઘટો હોય, પરંતુ કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રે આર્થિક ખેંચ સ્પષ્ટ્ર દેખાઈ રહી છે, જેના કારણે આ વખતે એનપીએમાં વધારો થયો છે.સૂત્રએ જણાવ્યું કે, પાકના નુકસાનને કારણે ઓછી આવક અને ખેતીના સાધનો–ખાતર વગેરેના ઐંચા ખર્ચને લીધે આ સ્થિતિ બની છે. અગાઉની કૃષિ સીઝન દરમિયાન અનિયમિત અને કમોસમી વરસાદને કારણે પાકના ઉત્પાદનને માઠી અસર થઈ હતી, જેના લીધે ખેતી પાછળ વધુ ખર્ચ કરવા છતાં ઘણા ખેડૂતોને ધારી આવક મળી શકી નથી.તેમજ સૂત્રોએ વાવણીની સીઝન દરમિયાન મુખ્ય ખાતરોની અછતનો પણ ઉલ્લેખ કર્યેા હતો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ખેતીકામ ખોરવાયું હતું. આ સાથે જ બિયારણના ભાવમાં પણ વધારો થતાં ખેતીનો ખર્ચ વધ્યો હતો અને ખેડૂતોની લોન લેવાની જરિયાત વધી ગઈ હતી.
પાક લોનની એનપીએમાં વધારો તાજેતરના પાક સાથે જોડાયેલી તાત્કાલિક ચૂકવણીની કટોકટી દર્શાવે છે, યારે ટર્મ લોનમાં ડિફોલ્ટનો વધારો એવા ખેડૂતોની વ્યાપક નાણાકીય તકલીફ તરફ ઈશારો કરે છે જેમણે સિંચાઈના સાધનો, ટ્રેકટર–મશીનરી અને અન્ય લાંબા ગાળાની સંપત્તિઓમાં રોકાણ કયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News