જામનગરમાં વિઘ્નહર્તા દેવને વસમી વિદાય: નગરજનોમાં અનેરો ઉત્સાહ

  • September 29, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઠેર-ઠેર ભવ્ય પ્રૌશેષન નીકળ્યા: બાળકોથી લઈને મોટેરાઓ બાપાના રંગે રંગાયા


જામનગર શહેરમાં આજે વિઘ્નહર્તા દેવ ની વસમી વિદાયનો અવસર એટલે કે અનંત ચતુર્દશી ના દિવસે ગણપતિ બાપા ની પ્રતિમાઓને જુદા જુદા સુંદર આકર્ષક પ્લોટ માં તૈયાર કરીને  વિસર્જન માટે લઈ જવાયા હતા, અને ઠેર ઠેર પ્રોસેસન નીકળ્યા હતા.


જામનગર શહેરના બાળકો થી માંડીને મોટેરાઓ અબાલ વૃદ્ધ સુધીના ગણેશ ભક્તો ખૂબ જ ધામધૂમ પૂર્વક આ પ્રસંગમાં જોડાયા હતા, અને શહેરના અનેક નાના મોટા વિસ્તારમાંથી ગણપતિ બાપાના ફ્લોટ્સ ને  ઢોલ નગારા ના તાલે અથવા તો ડીજે ના સથવારે લઈ જવાયા હતા. ત્યારે પ્રત્યેક ગણેશ ભક્તો રાસ ગરબાની રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા હતા, અને 'ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ કો જલ્દી આના ના નારા સાથે સમગ્ર નગરી ગણેશમય બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application