43 વર્ષની ઉંમરે ફરાહ ખાન IVF દ્વારા બની માતા, કહ્યું- 'પિઝા મેને નથી કર્યા ડિલિવર '

  • January 10, 2023 04:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 


બોલિવૂડની પ્રખ્યાત નિર્દેશક અને કોરિયોગ્રાફર ફરાહ ખાન આજે તેનો 58મો જન્મદિવસ ઉજવી રહી છે. પ્રોફેશનની સાથે સાથે ફરાહ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. આજે તેના જન્મદિવસ પર અમે તમને ફરાહના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. વાસ્તવમાં ફરાહે વર્ષ 2004માં શિશિર કુંદર સાથે લગ્ન કર્યા અને વર્ષ 2008માં તે ત્રણ બાળકોની માતા બની. એકસાથે ત્રણ બાળકોને જન્મ આપવાના કારણે તેને ઘણા વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો.

બહુ ઓછા લોકો જાણે છે કે જ્યારે ફરાહે તેના ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારે તેમની ઉંમર 43 વર્ષની હતી. આ ઉંમરે ત્રણ બાળકોને જન્મ આપવો ખૂબ મુશ્કેલ છે. પરંતુ ફરાહને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન દ્વારા માતા બનવાનો આ આનંદ મળ્યો. જો કે આ પછી ફરાહને લાંબા સમય સુધી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તેના માતા બનવા અંગે લોકોએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ વાતો કરી હતી. જે બાદ એક ઈન્ટરવ્યુમાં આ અંગે મૌન તોડતા તેણે દરેકને યોગ્ય જવાબ આપ્યો હતો.

વર્ષ 2016માં ફર્ટિલિટી ક્લિનિકની લૉન્ચ ઇવેન્ટ દરમિયાન પોતાની પ્રેગ્નન્સી વિશે વાત કરતાં ફરાહ ખાને કહ્યું હતું કે તેના બાળકોનો જન્મ IVF ટેકનિક દ્વારા થયો હતો..અને મને જણાવતાં ગર્વ થાય છે કે તેઓની ડિલિવરી એક પિઝા મેન દ્વારાનથી  કરવામાં આવી . તેણે કહ્યું, 'હું અભિનેત્રી નથી..પણ મને 43 વર્ષની ઉંમરે બાળકો હતા કારણ કે કેટલીકવાર તમે યોગ્ય ઉંમરે કારકિર્દી બનાવવા માંગો છો..અને તમે આ બાબતો પછીથી સમજો છો..'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application