પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનની તલવારબાજી જોઇ ફેન્સ થઇ ગયા દંગ

  • May 06, 2023 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સુષ્મિતા આર્યા 3 વેબ સીરિઝ માટે કરી રહી છે તનતોડ મહેનત
  • હાર્ટ એટેક બાદ સ્વસ્થ થઇ ફરી કામે લાગી ગઇ છે એક્ટ્રેસ


પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન 50 વર્ષની થવા આવી છે. છતાં મલાઇકા અરોરા, શિલ્પા શેઠ્ઠીની જેમ તે પણ 32-35ની લાગે છે. નિયમિત કસરત અને યોગના સહારે સુષએ ફિટનેસ જળવી રાખી છે અને હજુ એક્ટિંગમાં સક્રીય છે. તેની વેબ સીરિઝ આર્યાનો ત્રીજો ભાગ આવવાનો છે. જેના માટે તે તનતોડ મહેનત કરી રહી છે. દરમિયાન તેને હાર્ટએટેક પણ આવ્યો છતાં સ્વસ્થ થઇ ફરી કામે લાગી ગઇ છે.


સુષ્મિતા સેનની વેબ સિરીઝ આર્યા 3ના ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વેબ સિરીઝના ત્રીજા પાર્ટનું શૂટિંગ ચાલી રહ્યુ છે અને ત્યાંથી એક્ટ્રેસ સતત કોઈને કોઈ વીડિયો અને પ્રોમો ફેન્સ સાથે શેર કરી રહી છે. હવે સુષ્મિતા સેને 'આર્યા 3'નો એક બીટીએસ વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ તલવારબાજી કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં સુષ્મિતા સેનનાં ચહેરાના એક્સપ્રેશનથી લઈને તેની તલવારબાજીની કળા જોઈ લોકો ચોંકી ગયા છે.


આર્યા 3ના આ BTS પ્રોમોને જોતા એવું લાગે છે કે, સુષ્મિતા સેન આ વખતે પોતાના બાળકોને અને પોતાને બચાવવા માટે તલવારબાજીનો આશરો લેશે. પ્રોમોમાં, એક્ટ્રેસ તલવારબાજીની પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. જેમાં તેની બોડીના પૉશ્ચરથી લઈને એક્સ્પ્રેશન ખૂબ જ શાનદાર છે.


આ વીડિયો સુષ્મિતા સેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું- 'તમે શ્રેષ્ઠ છો સુનીલ... તમારી કલાને સલામ. આ તમારા માટે આર્યા 3ની તૈયારીનો વીડિયો.' સુષ્મિતા સેનને 'આર્યા 3'ના શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેણે થોડા દિવસો માટે શૂટિંગમાંથી બ્રેક લીધો હતો. હાલમાં, અભિનેત્રીએ ફરીથી કમબેક કર્યુ છે અને ફરીથી આ વેબ સિરીઝનું શૂટિંગ શરૂ કર્યું છે. 



 આર્યા વેબ સિરીઝની પ્રથમ બે સીઝન સુપરહિટ રહી હતી. આ બંને સિઝનમાં સુષ્મિતા સેન પણ જબરદસ્ત એક્ટિંગ સાથે જોરદાર એક્શન કરતી જોવા મળી હતી. આ સિરીઝના ડિરેક્ટર રામ માધવાણી છે. તેણે પ્રથમ બે સિઝનનું નિર્દેશન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application