બેડી વિસ્તારમાં પોલીસ તેમજ રેપીડ એકશન ફોર્ષ દ્વારા ફેમિલી રાઈઝેશન કવાયતનું આયોજન

  • October 30, 2023 10:57 AM 

જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશન હેઠળ ના બેડી તેમજ આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ તેમજ રેપીડ એક્સન ફોર્ષની સહાયતા ટુકડી દ્વારા કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સમગ્ર વિસ્તારમાં માર્ચ પાસ્ટ કરી હતી, તેમજ સ્થાનિક લોકો સાથે મુલાકાત પણ કરી હતી.


આજ તા. ૨૯.૧૦.૨૦૨૩ ના ક.૧૧-૧૫ થી ૧.૦૦ વાગ્યા દરમિયાન રેપીડ એક્શન ફોર્સ એ/૧૦૦ બટાલીયન ફેમીલી રાઇઝેશન કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતના અનુસંધાને બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર પોલીસ સ્ટેશન વિસ્તારની મુલાકાત તેમજ  રેપીડ એક્શન ફોર્સ ના અધિકારી-જવાનો સાથે પોલિસ સ્ટેશન વિસ્તારમાં નુરી રઝા ચોક,ઇકબાલ ચોક,સોઢા ફળી, ઈદ મસ્જિદ ચોકમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું, તેમજ કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો અંગેની માહિતી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application