અમદાવાદમાં એર ઇન્ડિયા લાઇટ એઆઈ–૧૭૧ ક્રેશમાં પ્રિયજનો ગુમાવનારા લગભગ ૩૦ પરિવારોએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને પત્ર લખીને તપાસ પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ લાવવાની માંગ કરી છે. પરિવારોએ જણાવ્યું હતું કે તેમને તપાસની પ્રગતિ અંગે નિયમિત અપડેટસ મળી રહ્યા નથી અને અંતિમ અહેવાલ માટે કોઈ સ્પષ્ટ્ર સમયરેખા નક્કી કરવામાં આવી નથી, અતિશય વિલબં ઘટનાની ગંભીરતા ઓછી કરી નાખે છે. પરિવાર જનોએ વિનંતી કરી હતી કે એરક્રાટ એકિસડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અંતિમ અહેવાલ જારી કરતા પહેલા સ્વતત્રં સંપૂર્ણ લાઇટ સિમ્યુલેટર પરીક્ષણો કરે, જેથી પ્રારંભિક અહેવાલમાં વર્ણવેલ ઘટનાઓની નિષ્પક્ષ રીતે ચકાસણી કરી શકાય.તપાસની પ્રગતિ વિશે અપડેટ પણ ન મળતા હોવાની પરિવારજનોની ફરિયાદ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે પરિવારોને દર ૧૫ થી ૩૦ દિવસે તપાસની પ્રગતિ વિશે અપડેટ પણ આપવું જોઈએ, અને કોઈપણ પ્રશ્નોના જવાબ આપવા માટે તેમની સાથે મીટિંગો યોજવી જોઈએ. પત્રમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે તપાસ ટીમમાં બોઈંગ ૭૮૭ ઉડાવવાનો અને વિમાન અકસ્માત તપાસનો અનુભવ ધરાવતા વરિ વાણિિયક પાઇલટનો સમાવેશ કરવામાં આવે, અને પરિવારો પર એવા કોઈપણ દસ્તાવેજો પર સહી કરવા માટે દબાણ ન કરવું જોઈએ જે અન્ય જવાબદાર પક્ષો સામે તેમના કાનૂની અધિકારોને અસર કરે.પરિવારોએ જણાવ્યું હતું કે તેઓ ફકત સત્ય, ન્યાયી તપાસ, નિયમિત વાતચીત અને તેમના અધિકારોનું રક્ષણ ઇચ્છે છે. ઉલ્લેખનીય છે કે ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદથી ટેકઓફ કર્યા પછી તરત જ એર ઇન્ડિયાની લાઇટ એઆઈ –૧૭૧ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં ૨૬૦ લોકો માર્યા ગયા હતા, જેમાં ૨૪૧ લોકો સવાર હતા અને ૧૯ લોકો જમીન પર હતા.નાગરિક ઉડ્ડયન મંત્રીએ પહેલાથી જ જણાવ્યું છે કે તપાસ તેના અંતિમ તબક્કામાં છે અને એએઆઈબી ટૂંક સમયમાં આંતરરાષ્ટ્ર્રીય ધોરણો અનુસાર તેનો અંતિમ અહેવાલ રજૂ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application