શહેરના વોરાબજારમાં દુકાન ધરાવતા સોની વેપારી દ્વારા સુરત પોલીસના પીએસઆઈ તરીકે ઓળખ આપી ચોરાઉ ઘરેણાંની ખરીદી કરી હોવાનું અને તેની કિંમત રૂપિયા ૩૧, ૫૦૦ ઓનલાઈન મોકલી આપો નહિતર પોલીસ કેસ થશે તેમ કહી છેતરપિંડી કરનાર શખ્સ સામે ગંગા જળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના વોરાબજાર ટંકશાળાવાળા ખાંચામાં નારેશ્વર જવેલર્સ નામની દુકાન ધરાવતા અલ્પેશભાઈ ચીમનલાલ ધ્રાંગધરીયાને ગત ૭મી ઓક્ટોબરના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલો અને સામેના વ્યક્તિએ પોતે સુરત શહેર પોલીસના પીએસઆઈ વિજયરાજસિંહ ગોહિલ તરીકેની ઓળખ આપી હતી અને જણાવ્યું કે અમે સુરતમાં એક સોનાના દાગીનાની ચોરી કરનારને ઝડપ્યો છે અને તેની પુછપરછમાં તેણે પાંચ ગ્રામનો એક સોનાનો ચેઈન તમારી દુકાનમાં વેચેલો છે અને તમે તેને રૂ. ૩૧,૫૦૦ રોકડા આપ્યા છે. તેથી તમે સોનાની ચેઈનના રૂ.૩૧,૫૦૦ મને ગુગલ પે દ્વારા મોકલી આપો તો તમારા વિરૂદ્ધ કાર્યવાહી નહી કરીએ અને જો પૈસા નહી મોકલો તો ત્યાં રૂબરૂ આવી ગુનામાં ફીટ કરી દઈશું અને તે પછી પણ ત્રણ ચાર વખત ફોન આવતા સોનાના વેપારીએ ગભરાઈને રૂપિયા મોકલી દીધાં હતા. જે બાદ ગત ૨૧ ઓક્ટોબરના રોજ સોનાના વેપારીના ફોન પર વાપી જીઆઈડીસી પોલીસનો ફોન આવેલો અને ૭ ઓક્ટોબરના રોજ ઓનલાઈન પૈસા મોકલવા અંગે પૃચ્છા કરી વેપારીને જણાવવામાં આવ્યું હતું કે, તમે જેને પૈસા મોકલ્યા તેનું નામ અભિષેક સાવલિયા છે અને તે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસે પૈસા પડાવે છે. વાપી જીઆઈડીસી પોલીસે પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા શખ્સને ઝડપી લેતા સમગ્ર હકીકત સામે આવતા અલ્પેશભાઈ ચીમનભાઈ ધ્રાંગધરીયાએ ગંગાજળિયા પોલીસ મથકમાં અભિષેક સાવલિયા નામન શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech